શેરનું ખરીદ વેચાણ થયું સરળ! T+0 સેટલમેન્ટ, બીટા વર્ઝન સહિતના નિયમને મંજૂરી

PC: hindi.moneycontrol.com

હવે શેરબજારમાં નવા નિયમોને સેબી બોર્ડે મંજૂરી આપી દીધી છે. માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાએ 28 માર્ચથી વૈકલ્પિક ધોરણે T+0 સેટલમેન્ટના બીટા વર્ઝનને લોન્ચ કરવાની મંજૂરી આપી છે. 15 માર્ચે મળેલી સેબી બોર્ડની બેઠકમાં નવી વૈકલ્પિક સેટલમેન્ટ સિસ્ટમની જાહેરાત કરવામાં આવી હતી. સેબીએ જણાવ્યું હતું કે, પ્રતિસાદને ધ્યાનમાં રાખીને બોર્ડે T+0 સેટલમેન્ટના બીટા વર્ઝન અને 25 શેરની મર્યાદા સેટ માટે મંજૂરી આપી છે.

સેબીએ તેના નિવેદનમાં કહ્યું કે, તે બીટા વર્ઝનના યુઝર્સ સહિત દરેકના હિત અને સલાહને ધ્યાનમાં રાખશે. બોર્ડ આ તારીખથી ત્રણ અને છ મહિનાના અંતે પ્રગતિની સમીક્ષા કરશે અને ત્યારપછી આગળના નિર્ણયો લેશે. અત્રે ઉલ્લેખનીય છે કે T+0 સેટલમેન્ટના બીટા વર્ઝનના લોન્ચ પછી, રોકાણકારો અને વેપારીઓને શેર વેચતાની સાથે જ સંપૂર્ણ નાણાં મળી જશે.

સેબીએ અગાઉ T+1 સેટલમેન્ટ શરૂ કર્યું હતું. સેબીએ 2021માં આ સિસ્ટમ શરૂ કરી હતી, જે અનેક તબક્કાઓમાં લાગુ કરવામાં આવી હતી. છેલ્લો તબક્કો જાન્યુઆરી 2023માં પૂર્ણ થયો હતો. T+0 સેટલમેન્ટ હવે T+1 સેટલમેન્ટ સાથે વિકલ્પ તરીકે ઉપલબ્ધ કરાવવામાં આવશે. સેબીનું કહેવું છે કે, આ નવા નિયમથી માર્કેટમાં લિક્વિડિટી વધી શકે છે અને જોખમ પણ ઘટશે.

સેબીએ ટ્રેડિંગમાં સરળતા લાવવા માટે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ (FPIs) માટે ઘણી છૂટ મંજૂર કરી છે. સેબીએ વિદેશી રોકાણકારોને પહેલેથી જ આપવામાં આવેલી માહિતીમાં નોંધપાત્ર ફેરફારો જાહેર કરવાની સમયમર્યાદા હળવી કરી છે. સેબીએ જણાવ્યું હતું કે, ટ્રેડિંગની સરળતા માટે, બોર્ડે મહત્વના ફેરફારો જાહેર કરવા માટેની સમય મર્યાદા હળવી કરવાના FPIના પ્રસ્તાવને સ્વીકારી લીધો છે.

હાલમાં, FPI એ તેમના DDPને અગાઉ આપવામાં આવેલ માહિતીમાં નોંધપાત્ર ફેરફારો સાત કામકાજના દિવસોમાં જાહેર કરવા જરૂરી છે. સેબીએ જણાવ્યું હતું કે, FPIમાં ફેરફારોને બે મહત્વપૂર્ણ શ્રેણીઓ પ્રકાર 1 અને પ્રકાર 2 માં વહેંચવામાં આવ્યા છે. FPI એ તેમના DDPને 7 કામકાજના દિવસોની અંદર ટાઈપ 1 ની સામગ્રી ફેરફારો વિશે જાણ કરવી પડશે. આ માટે સહાયક દસ્તાવેજો પ્રદાન કરવા બદલાવના સમયથી 30 દિવસનો સમય રહેશે. જ્યારે પ્રકાર 2માં, વિદેશી રોકાણકારોએ 30 દિવસમાં ફેરફારો સાથે દસ્તાવેજો સબમિટ કરવાના રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp