સૌથી મોટી એડટેક કંપની Byju’sમાં છટણીનો બીજો રાઉન્ડ, 1000 કર્મચારીઓને કર્યા છૂટા

PC: livemint.com

દેશની સૌથી મોટી એડટેક કંપની Byju’s માં મોટી છટણી થઈ છે. કંપનીએ રિસ્ટ્રક્ચરિંગ પ્રક્રિયા અંતર્ગત 1000 કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કર્યા છે. આ અંગે જાણકારી રાખનારા લોકોનું કહેવુ છે કે, Byju’sએ અલગ-અલગ ડિપાર્ટમેન્ટમાંથી છટણી કરી છે.

જોકે, થોડાં સમય પહેલાથી જ એ ચર્ચા ચાલી રહી હતી કે, Byju’s મોટી સંખ્યામાં કર્મચારીઓને છૂટા કરવાનું છે. ગ્લોબલ લેવલ પર વધતી આર્થિક મંદીની આશંકાઓ વચ્ચે દુનિયાભરની કંપનીઓમાં છટણી જોવા મળી રહી છે. એડટેક Byju’sએ આ વર્ષની શરૂઆતમાં પણ કંપનીમાંથી આશરે 1000 કર્મચારીઓને છૂટા કર્યા હતા. હવે, વર્ષમાં બીજીવાર Byju’s એ છટણીને અંજામ આપ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, Byju’s એ 1000 કર્મચારીઓને નોકરીમાંથી બહાર કર્યા છે. જોકે, નવા કર્મચારીઓના આવવાથી હજુ પણ કંપનીમાં કર્મચારીઓની સંખ્યા 50000 ની આસપાસ છે.

એક અબજ ડૉલરના દેવાની ચુકવણીને લઇને અમેરિકી કોર્ટમાં ચાલી રહેલા કાયદાકીય વિવાદની વચ્ચે Byju’s માં છટણીનો નવો દોર શરૂ થયો છે. સુત્રોનું કહેવુ છે કે, હાલમાં થયેલી છટણીનો નવો દૌર કંપનીના ખર્ચાને ઓછો કરવાની પ્રક્રિયાનો હિસ્સો છે.

Byju’s ના ફાઉન્ડર અને CEO બાયઝુ રવિચંદ્રને ઓક્ટોબરમાં કર્મચારીઓને આશ્વાસન આપ્યું હતું કે, 2500 કર્મચારીઓ બાદ કંપનીમાં આગળ કોઈ છટણી નહીં થશે. રિપોર્ટ્સ અનુસાર, છટણીનો નવો દોર 16 જૂનથી શરૂ થયો, જેમા કર્મચારીઓને ઇન-મીટિંગ અને ફોન કોલ દ્વારા નોકરીમાંથી કાઢવાની સૂચના આપવીમાં આવી છે. છટણીએ પ્લેટફોર્મ, બ્રાન્ડ, માર્કેટિંગ, બિઝનેસ, પ્રોડક્ટ અને ટેક ટીમના સભ્યોને પ્રભાવિત કર્યા છે.

ભારતના સૌથી મોટા સ્ટાર્ટઅપ્સમાંથી એક Byju’s આશરે 50000 કર્મચારીઓને રોજગારી આપે છે. Byju’sની વેલ્યૂએશન ક્યારેક 22 બિલિયન ડૉલર હતી. આ કંપનીની શરૂઆત 2011માં થઈ હતી અને તેણે છેલ્લાં એક દાયકામાં જનરલ એટલાન્ટિક, બ્લેકરોક અને સિકોઇયા કેપિટલ જેવા વૈશ્વિક નિવેશકોને આકર્ષિત કર્યા છે. રિપોર્ટ અનુસાર, એડટેક કંપની Byju’s કોસ્ટ કટિંગ અંતર્ગત વર્કફોર્સમાં કાપ મુકી રહી છે. છટણીથી પ્રભાવિત થનારા મોટાભાગના કર્મચારી ઓન-ગ્રાઉન્ડ સેલ્સ ટીમોનો હિસ્સો છે અને સંવિદા પર કોન્ટ્રાક્ટ બેઝ પર કંપની સાથે જોડાયેલા છે. આ કર્મચારીઓની હાયરિંગ Byju’s થર્ડ પાર્ટી દ્વારા કરે છે.

દુનિયાભરની એડટેક કંપનીમાં છટણી શા માટે થઈ રહી છે? આ સવાલના જવાબમાં એક્સપર્ટ્સ કહે છે કે, કોવિડ મહામારીના સમયે લાગેલા લોકડાઉન દરમિયાન ટેક કંપનીમાં મોટાપાયે હાયરિંગ થયુ હતું. ત્યારે માહોલ અનુકૂળ હતો. પરંતુ, જેવી લોકડાઉનની પાબંધીઓ પૂરી થઈ અને સ્કૂલ-કોલેજ ખુલ્યા, તો આ સેક્ટરનું સ્વાસ્થ્ય બગડવા માંડ્યુ. લોકડાઉન દરમિયાન લાખો લોકો ઘરેથી કામ કરી રહ્યા હતા. આ કારણે કંપનીના ટેક્નોલોજી અને મટીરિયલની ડિમાન્ડ વધી રહી હતી. પરંતુ, જેવા સ્ટુડન્ટ્સ પાછા સ્કુલ-કોલેજ જવા માંડ્યા ટેકનિકની માંગ ઓછી થઈ ગઈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp