કેનેડાએ Infosys પર કેમ લગાવી 83 લાખની પેનલ્ટી? કર્મચારીઓ સાથે જોડાયેલું છે કારણ

PC: businesstoday.in

કેનેડા સરકારે IT કંપની Infosys પર 1.34 લાખ કેનેડિયન ડોલર (ભારતીય ચલણ મુજબ લગભગ 82 લાખ રૂપિયા)થી વધુનો દંડ ફટકાર્યો છે. આ દંડ કર્મચારી હેલ્થ ટેક્સના અંડર પેમેન્ટના કારણે લગાવવામાં આવ્યો છે. કંપની પર આ દંડ વર્ષ 2020 માટે લાગ્યો છે. Infosysને આ બાબતે 9 મેના રોજ કેનેડાના નાણાં મંત્રાલયથી એક આદેશ મળ્યો હતો. કંપનીએ શેર બજારને આપેલી જાણકારીમાં કહ્યું છે કે, 31 ડિસેમ્બર 2020ના રોજ પૂર્ણ થયેલા વર્ષ માટે કર્મચારી સ્વાસ્થ્ય ટેક્સની ચૂકવણી પર દંડ ફટકારવામાં આવ્યો છે.

મીડિયા રિપોર્ટ મુજબ, કંપની પર 1,34,822.38 કેનેડિયન ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો છે. તેનાથી કંપનીની નાણાકીય, પરિચાલન કે અન્ય ગતિવિધિઓ પર કોઈ પ્રભાવ પડ્યો નથી. એમ્પલોય હેલ્થ ટેક્સ (EHT) ઑન્ટારિયો અને બ્રિટિશ કોલંબિયા જેવા પસંદગીના પ્રાંતોમાં કામ કરતા કર્મચારીઓ પર લગાવવામાં આવતો એક અનિવાર્ય પેરોલ ટેક્સ છે. ટેક્સની ગણતરી પેમેન્ટ અને બોનસ, ટેક્સ યોગ્ય લાભ અને સ્ટોક વિકલ્પ સહિત વિભિન્ન વળતરના આધાર પર કરવામાં આવે છે. તેનું પ્રાથમિક ઉદ્દેશ્ય પ્રાંત સાથે સ્વાસ્થ્ય સેવાઓના નાણાકીય પોષણમાં યોગદાન કરવાનું છે.

કેનેડામાં આ જગ્યાઓ પર છે Infosysની ઓફિસ:

કહેવામાં આવે છે કે કેનેડામાં Infosysની સારી એવી ઉપસ્થિતિ છે. કેનેડામાં ઘણી જગ્યાઓ પર Infosysના કાર્યાલય છે. દેશના અલ્બર્ટ, મિસ્સીસોગા, બર્નબે ઓફ બ્રિટિશ કોલંબિયામાં ઇન્ફોસિસની ઓફિસ છે. એ સિવાય એન્ટારિયોમાં પણ એક Infosysની ઓફિસ છે.

કનેડામાં શું છે EHT?

કર્મચારી હેલ્થ ટેક્સ (EHT) એન્ટારિયો અને બ્રિટિશ કોલંબિયા જેવા પ્રાંતોમાં સરકાર તરફથી કંપનીઓ પર લગાવવામાં આવતો એક જરૂરી ટેક્સ છે. તેની ગણતરી કર્મચારીઓને મળતી સેલેરી, બોનસ, ટેક્સેબલ બેનિફિટ્સ અને સ્ટોક જેવી ઘણી બાબતોને ધ્યાનમાં રાખીને લગાવવામાં આવે છે. આ ટેક્સનું ઉદ્દેશ્ય પ્રાંતમાં હેલ્થ કેર સેવાઓમાં સહયોગ આપવાનું છે. એન્ટારિયોમાં એવા એમ્પ્લોયરને કર્મચારી ટેક્સ આપવો જરૂરી છે. જેના કર્મચારી એન્ટારિયો સ્થિત કાર્યસ્થળ પર રહીને કામ કરી રહ્યા હોય. અન્ય કોઈ ખાનગી સ્થળ પર રહીને કામ કરનારા પર આ ટેક્સ લાગૂ પડતો નથી. ભલે તેઓ ઑન્ટારિયો પાસેથી પેમેન્ટ લઈ રહ્યા હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp