ચાર વર્ષમાં મૂડી વધીને પાંચ ગણી, દર વર્ષે નફો અલગ, રોનક સેઠની સ્ટોરી જાણો

PC: hindi.economictimes.com

દિલ્હીના રહેવાસી રોનક સેઠે વ્હાઇટ ટાઇગર નામની એક ડ્રાઇ ક્લીનિંગ કંપનીમાં આજથી ચાર - પાંચ વર્ષ પહેલા 20 લાખ રૂપિયાનું રોકાણ કરીને ઇક્વિટી ખરીદી હતી. આ રકમથી સેઠે બ્રાન્ડ વ્હાઇટ ટાઇગરમાં ઇક્વિટી ખરીદી લીધી હતી. ત્યાર બાદ કંપનીને જેમ જેમ જરૂર પડતી ગઇ, સેઠ રોકાણ કરતો રહ્યો. દિલ્હીનો રહેવાસી રોનક હવે વ્હાઇટ ટાઇગરના બધા ઓપરેશન સંભાળે છે.

રોનક સેઠે જ્યારે વ્હાઇટ ટાઇગર જોઇન કર્યું હતું ત્યારે દિલ્હી એનસીઆર સુધી સીમિત વ્હાઇટ ટાઇગરના 12 સ્ટોરને દેશભરમાં ફેલાવીને 40 સ્ટોર સુધી પહોંચાડવામાં મદદ મળી. કોરોના સંકટ દરમિયાન પણ વ્હાઇટ ટાઇગરના સ્ટોરની સંખ્યા આખા દેશમાં 40ને પાર કરી ગઇ. નોટિકલ સાયન્સના ભણતર બાદ જ્યારે જોબ શોધવામાં તકલીફ પડી રહી હતી તો રોનક સેઠે પોતાનું કામકાજ ચાલુ કરવાનો નિર્ણય લીધો.

વ્હાઇટ ટાઇગરમાં પ્રોફિટ શેરિંગના બેઝ પર હવે રોનક સેઠ દર વર્ષે લગભગ 6 લાખ રૂપિયાની કમાણી કરે છે. વ્હાઇટ ટાઇગર દર વર્ષે 20થી 25 લાખ રૂપિયાની કમાણી કરે છે. તેની સાથે જ બ્રાન્ડમાં કરવામાં આવલા તેને ઇક્વિટી રોકાણની વેલ્યુ વધીને 1 કરોડ રૂપિયાને પાર કરી ગઇ છે. વ્હાઇટ ટાઇગરના આ સમયે 40 સ્ટોર છે અને કંપની આક્રામક રીતે ફ્રેન્ચાઇઝી બેઝ્ડ ડ્રાઇ ક્લિનિંગ બિઝનેસનો વિસ્તાર કરવામાં લાગી ગઇ છે. આશા છે કે, 1 વર્ષમાં તેની સંખ્યા 200ને પાર પહોંચી જશે.

રોનકે કહ્યું કે, અલગ અલગ રોકાણ અને કામકાજી જવાબદારીઓ સાથે વ્હાઇટ ટાઇગરમાં આ સમયે ચાર ઇક્વિટી પાર્ટનર છે. કામકાજની સાથે કંપનીમાંથી થતો નફો પણ તેમાં રોકાણના રેશિયોમાં વહેંચાઇ જાય છે. દર વર્ષે કંપનીના કામકાજમાં નફા કે નુકસાનની વહેચણી ચાર પાર્ટનર વચ્ચે સમાન રીતે વહેંચાઇ જાય છે. આ સમયે 4-5 લાખ રૂપિયામાં વ્હાઇટ ટાઇગર પોતાની ફ્રેન્ચાઇઝી વેચી રહી છે. તેમાં બેથી અઢી લાખ રૂપિયા ફ્રેન્ચાઇઝી ફીઝ છે, જ્યારે આઉટલેટના સેટઅપમાં બેથી અઢી લાખ રૂપિયાનો ખર્ચ આવે છે.

દિલ્હી એનસીઆરમાં ગુડગાંવમાં વ્હાઇટ ટાઇગરે એક બેક ડોર પ્રોસેસિંગ યૂનિટ લગાવ્યું છે, જ્યારે, ફ્રેન્ચાઇઝી ફક્ત કલેક્શન યુનિટના રૂપમાં કામકાજ કરે છે. ઘણા લોકો વ્હાઇટ ટાઇગરની ફ્રેન્ચાઇઝી લેવામાં રસ બતાવે છે. કારણ કે, ડેલી સેલના 30 ટકા તેમાં ફ્રેન્ચાઇઝીની બચત થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp