GST સ્લેબમાં મોટા બદલાવની તૈયારી, સરકાર તરફથી બતાવવામાં આવ્યો આખો પ્લાન
આગામી દિવસોમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) સ્લેબમાં બદલાવ થઈ શકે છે. કેન્દ્ર સરકાર GSTના હાલના 4 સ્લેબમાં બદલાવ કરવાની યોજના બનાવી રહી છે. આ બદલાવના સંબંધમાં સરકારના એક અધિકારીએ સંકેત આપ્યા છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017માં GST લાગૂ કરવામાં આવ્યો હતો. એ હેઠળ લગભગ 17 સ્થાનિક કર અને ઉપકર સામેલ કરવામાં આવ્યા હતા.
અધિકારીએ શું કહ્યું?
બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ, કેન્દ્રીય અપ્રત્યક્ષ કર અને સીમા શુલ્ક બોર્ડના અધ્યક્ષ સંજય અગ્રવાલે બુધવારે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, GSTમાં ઘણા બધા સ્લેબ રેટ વર્ગીકરણ વિવાદોને જન્મ આપી રહ્યા છે અને તેના સમાધાનની જરૂરિયાત છે. જુલાઇ 2017માં GST લાગૂ થયા બાદ ટેક્સ સ્ટ્રક્ચરમાં બાકી સુધાર થયો છે. તેનાથી સરકારને સ્લેબની સમીક્ષા કરવાની સંભાવના મળે છે. સરકારનો ઇરાદો 5, 12, 18 અને 28 ટકાના હાલના સ્લેબને 2 સ્લેબમાં બદલવાનો છે. તેના માધ્યમથી GST સ્ટ્રક્ચરને સરળ બનાવી શકાય છે. નવા દર રેવેન્યૂ કલેક્શન પર પ્રતિકૂળ પ્રભાવ નહીં નાખે. તેની કવાયદ આગામી થોડા મહિનામાં શરૂ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, જૂન 2024માં GST રેવેન્યૂ કલેક્શન લગભગ 1.74 લાખ કરોડ પર રહ્યું. એ એક વર્ષ અગાઉ આ મહિનામાં એટલે કે જૂન 2023ના કલેક્શન 1.61 લાખ કરોડથી લગભગ 7.7 ટકાનો વધારે છે. ચાલુ નાણાકીય વર્ષના પહેલા 3 મહિનામાં કુલ GST કલેક્શન 5.57 લાખ કરોડ રૂપિયા છે. આ વર્ષે એપ્રિલમાં GST કલેક્શન 2.10 લાખ કરોડ રૂપિયાના રેકોર્ડ ઉચ્ચ સ્તરને સ્પર્શી ગયું હતું. ગયા વર્ષે ઓનલાઇન ગેમિંગ પર લગાવવામાં આવેલા 28 ટકા GST બાદ સરકારે ઓકટોબર 2023થી કંપનીને 130 અબજ રૂપિયાથી વધુ ભેગા કર્યા છે.
સંજય અગ્રવાલે સોનાના આયાત શુલ્કમાં કપાતને લઈને પણ પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે, વધારે આવક શૂલ્કના કારણે તસ્કરીને પ્રોત્સાહન મળી રહ્યું હતું. 2023-24માં વિભાગે લગભગ 2.9 અબજ રૂપિયા મૂલ્યનું 4.8 ટન સોનુ જપ્ત કર્યું હતું. હવે નવા નિર્ણયથી નિયંત્રણની આશા વ્યક્ત કરી શકાય છે. ગત 23 જુલાઈએ સામાન્ય બજેટમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે સોનાના આયાત શુલ્કમાં કપાતની જાહેરાત કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp