હેલ્થ ઈન્શ્યોરન્સના નિયમોમાં ફેરફાર...65 વર્ષની ઉપરના લોકો પણ નવી પોલિસી લઈ શકશે

PC: english.metrovaartha.com

જો તમારા માતા-પિતા વૃદ્ધ છે અને તેમની ઉંમર 65 વર્ષથી વધુ છે અને તમે તેમના માટે સ્વાસ્થ્ય વીમા પોલિસી લેવા માંગો છો, તો હવે તમારા માટે તે શક્ય બનશે. હકીકતમાં, વીમા નિયમનકાર IRDAIએ સ્વાસ્થ્ય વીમો ખરીદવા સંબંધિત નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે અને પોલિસી ખરીદનારા લોકો માટે 65 વર્ષની વય મર્યાદા હટાવી દીધી છે. અગાઉ, ગ્રાહકો 65 વર્ષની ઉંમર સુધી જ નવી સ્વાસ્થ્ય વીમા પોલિસી ખરીદી શકતા હતા.

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, આરોગ્ય વીમો ખરીદવા પરની મહત્તમ વય મર્યાદાને દૂર કરીને, IRDAIએ વધુ સમાવિષ્ટ અને સુલભ આરોગ્ય સંભાળ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવાનું લક્ષ્ય રાખે છે, જે અણધાર્યા તબીબી ખર્ચાઓ સામે પર્યાપ્ત રક્ષણની ખાતરી આપે છે. આ નિયમ 1 એપ્રિલ, 2024થી સ્વાસ્થ્ય વીમા પોલિસી માટે લાગુ કરવામાં આવ્યો છે. એટલે કે હવે કોઈપણ વયની વ્યક્તિ નવી હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી ખરીદી શકે છે.

મહત્તમ વય મર્યાદા નાબૂદ કરતી વખતે, IRDAIએ એક પરિપત્રમાં કહ્યું છે કે, તમામ વીમા કંપનીઓએ ખાતરી કરવી જોઈએ કે, તેમની પાસે તમામ વય જૂથના લોકો માટે સ્વાસ્થ્ય વીમા ઉત્પાદનો ઉપલબ્ધ છે. નિયમનકારે આરોગ્ય વીમા પ્રદાતાઓને વરિષ્ઠ નાગરિકોને અનુરૂપ વીમા પૉલિસી લાવવા અને તેમના દાવાઓ અને ફરિયાદોનો સામનો કરવા માટે સમર્પિત ચેનલો સેટ કરવા માટે પણ નિર્દેશ આપ્યો છે.

તેના પરિપત્રમાં, IRDAIએ વીમા કંપનીઓને કોઈપણ પૂર્વ-અસ્તિત્વમાં રહેલી તબીબી સ્થિતિ ધરાવતી વ્યક્તિઓને સ્વાસ્થ્ય વીમા પૉલિસી ઑફર કરવાનો આદેશ પણ આપ્યો છે. જેમાં કેન્સર, હાર્ટ અને એઈડ્સ જેવી ગંભીર બીમારીઓથી પીડિત દર્દીઓને પોલિસી આપવાનો ઈન્કાર કરવા પર પણ વીમા કંપનીઓને મનાઈ છે. પરિપત્ર અનુસાર, IRDAIએ સ્વાસ્થ્ય વીમાની રાહ જોવાની અવધિ પણ ઘટાડીને 48 મહિનાને બદલે 36 મહિના કરી દીધી છે.

વીમા નિયમનકારના પરિપત્રમાં જણાવાયું છે કે, આયુષ સારવાર કવરેજ પર કોઈ મર્યાદા નથી. આયુર્વેદ, યોગ, નેચરોપેથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી જેવી પ્રણાલીઓ હેઠળની સારવાર કોઈપણ મર્યાદા વિના વીમાની રકમ સુધી આવરી લેવામાં આવશે. IRDAIએ જણાવ્યું હતું કે, વીમા કંપનીઓ એ સુનિશ્ચિત કરશે કે, તેઓ તમામ વય જૂથોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે આરોગ્ય વીમા ઉત્પાદનો ઓફર કરે છે. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો, વિદ્યાર્થીઓ, બાળકો અને સક્ષમ અધિકારી દ્વારા નિર્દિષ્ટ કોઈપણ અન્ય જૂથ માટે ઉત્પાદનો ડિઝાઇન કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp