ધીરે ધીરે ભારતમાં બિઝનેસ સમેટવા લાગી છે આ ચાઇનીઝ કંપનીઓ, એક સમયે હતો દબદબો

PC: gizmochina.com

દેશી સ્માર્ટફોન માર્કેટ તેમાં પણ બજેટ ફોન એટલે 12 હજાર સુધીના હેન્ડસેટ્સના મામલાઓમાં ચીની કંપનીઓનો દબદબો એકદમ સમાપ્ત થઈ ગયો છે. મિડ સેગમેન્ટ અને પ્રીમિયમ ફોનમાં પહેલાથી જ એપલ અને સેમસંગનું રાજ છે. એવામાં ભારતીય સ્માર્ટફોન બજારમાં જ્યાં એક સમયે ચીનની કંપનીઓનો દબદબો હતો, તો હવે તેની હિસ્સેદારી ખૂબ જ ઓછી થઈ છે. કેટલીક એવું જ ટેલિવિઝન માર્કેટમાં થવાની સંભાવના નજરે પડી રહી છે, જ્યાં હવે ચીની ટેલિવિઝન બ્રાન્ડ પહેલી વખત ભારતીય ટીવી બજારમાં પાછળ થવા લાગી છે.

કાઉન્ટરપોઇન્ટ ટેક્નોલોજીના આંકડાઓ મુજબ એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં ચીની બ્રાન્ડસની ટીવી શિપમેન્ટ હિસ્સેદારી 33.6 ટકા રહી. તો એપ્રિલ-જૂન 2022ની ત્રિમાસિકમાં તે 35.7 ટકા હતી. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે જુલાઇ-ઑગસ્ટમાં ચીની બ્રાન્ડની ટીવી શિપમેન્ટ હિસ્સેદારી 33.6 ટકા રહી. તો એપ્રિલ-જૂન 2022ના ત્રિમાસિકમાં તે 35.7 ટકા હતી. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે જુલાઇ અને ઑગસ્ટમાં ચીની બ્રાન્ડસની ટીવી શિપમેન્ટ હિસ્સેદારી ઓછી થઈને 30 ટકા પર આવી ગઈ છે.

તેના કારણે ચીની કંપનીઓ પોતાના રોકડ ખર્ચને ઓછો કરવા પર ફોકસ કરી રહી છે. તેના માટે તેમણે ઓછા માર્જિનવાળા સેગમેન્ટથી કિનારે કરવાનો નિર્ણય લીધો છે, જેથી તેના વેચાણમાં ઘટાડો આવ્યો છે. વનપ્લસ અને રિયલમી જેવી ચીની બ્રાન્ડ તો જલદી જ ભારતીય ટીવી બજારથી બહાર નીકળી શકે છે કે અહી પોતાનો કારોબાર ખૂબ ઓછો કરી શકે છે. સેમસંગ, LG જ્યાં થોડા સમય અગાઉ સુધી મિડ અને પ્રીમિયમ સેગમેન્ટ પર જ ફોકસ કરી રહી હતી, તો હવે આ કોરિયન કંપનીઓએ પોતાની રણનીતિમાં મોટો બદલાવ કર્યો છે.

આ કંપનીઓએ હવે પોતાના એન્ટ્રી લેવલ પ્રોડક્ટ્સના ભાવ ભારતમાં ઘટાડી દીધા છે. તેમાં સેમસંગ, LG અને સોનીની મિડ સેગમેન્ટ અને પ્રીમિયમ મોડલ્સ ગ્રાહકોમાં પોતાની જગ્યા બનાવી રહ્યા છે અને એસર જેવી બીજી બ્રાન્ડ્સ પણ હવે પોતાની હિસ્સેદારીને વધારવામાં સફળતા હાંસલ કરી રહ્યા છે. તેનાથી ગ્રાહકો માટે વિકલ્પ વધ્યા છે અને ચીની કંપનીઓની બજાર હિસ્સેદારી સતત ઘટી રહી છે. એક સામે હતો જ્યારે ભારતમાં ટીવી માર્કેટના એન્ટ્રી લેવલ સેગમેન્ટમાં માત્ર ચીની કંપનીઓની એકછત્ર રાજ હતું.

વનપ્લસ, શાઓમી, TLC અને રિયલમી જેવી ચીની ટીવી બ્રાન્ડ્સે ખૂબ જ ઓછી કિંમતમાં સ્માર્ટ ટીવી લોન્ચ કરીને દિગ્ગજ બ્રાન્ડ્સને ધૂળ ચટાવી દીધી હતી. આ કારણે સસ્તી ટીવી વેચવામાં માર્જિન ઓછું હતું અને પ્રતિસ્પર્ધા ભયંકર હતી. આ ચીની બ્રાન્ડસે LG, સોની અને સેમસંગ જેવી પ્રસિદ્ધ કંપનીઓની તુલનામાં 50 ટકા સુધી ઓછી કિંમતમાં એન્ટ્રી લેવલની ટી.વી. લોન્ચ કરીને આ સેગમેન્ટથી દિગ્ગજ બ્રાન્ડ્સને લગભગ બહાર જ કરી દીધી હતી કેમ કે ઓછી કિંમતમાં મળતી આ ચીની ટી.વી. ગ્રાહકોની પહેલી પસંદ બની ગઈ હતી.

આ પ્રકારે સ્માર્ટફોન બજારમાં પણ ચીની બ્રાન્ડ્સ છેલ્લા એક વર્ષથી વધારે સમયથી પોતાની બજાર હિસ્સેદારી ગુમાવી રહ્યા છે. તેનું મુખ્ય કારણ ચીની કંપનીઓનું 7000-8000 રૂપિયાથી ઓછી કિંમતવાળા એન્ટ્રી-લેવલ સેગમેન્ટથી બહાર થવાનું છે. હવે ચીની બ્રાન્ડ્સનું ફોકસ પોતાના માર્જિનમાં સુધાર કરવાનું છે જેના માટે તેઓ મિડ ટૂ પ્રીમિયમ સેગમેન્ટમાં સેગમેન્ટ, એપલ અને બોજા બ્રાન્ડ્સને પડકાર આપવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ ચીની બ્રાન્ડસની અત્યારે પણ ભારતીય સ્માર્ટફોન બજારમાં મોટી હિસ્સેદારી યથાવત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp