GIDCની પડી રહેલી 1800 હેક્ટર જમીન પાછી મેળવવાનો CM પટેલનો મહત્ત્વનો નિર્ણય
વાઇબ્રન્ટ ગુજરાત 8 જાન્યુઆરીથી શરૂ થઇ રહ્યું છે એ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે GIDCની વણ વપરાયેલી જમીન બાબતે એક મહત્ત્વનો નિર્ણય જાહેર કર્યો છે જેને કારણે ઉદ્યોગકારોને ફાયદો થશે.
ઉદ્યોગકારોને ઉદ્યોગોની સ્થાપના માટે રાજ્યની GIDC જમીન સંપાદન કરીને લીઝ પર ફાળવે છે. પરંતુ કેટલાક પ્લોટધારકો એ જમીનનો ઉપયોગ કરતા નથી અને જમીન વણ વપરાયેલી પડી રહે છે. અત્યાર સુધીનો GIDCનો નિયમ એવો હતો કે જે પ્લોટ ધારક સ્વૈચ્છિક રીતે એવા પ્લોટ પરત કરવા માગે તો GIDCને પરત કરી શકે, પરંતુ હાલની ફાળવણીની સરખામણીએ પ્લોટની કિંમત ઘણી ઓછી મળવાને કારણે પ્લોટ ધારકો પ્લોટ સોંપવા માટે પ્રોત્સાહિત થતા નહોતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી છે કે જે પ્લોટધારક વણ વપરાયેલી જમીન સ્વૈચ્છિક રીતે પરત કરશે તેમને તેમણે ભરપાઇ કરેલી રકમ અને હાલની ફાળવણીની રકમના 75 ટકા રકમ આપવામાં આવશે. આ પ્લોટ નવા ઉદ્યોગકારોને ફાળવવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp