ગુજરાત બેસ્ટ ડેસ્ટીનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બને તેમ છેઃ CM વિજય રૂપાણી

PC: Khabarchhe.com

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં પર્યાવરણની જાળવણી સાથે સાતત્યપૂર્ણ ઔદ્યોગિક વિકાસ માટે ઇન્ડસ્ટ્રીયલ ઇકોસિસ્ટમ અને ઇન્ફ્રાસ્ટ્રકચર સુદૃઢ કરવાને પ્રાધાન્ય આપ્યું હોવાનો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે તાજેતરમાં જાહેર કરેલી નવી ઉદ્યોગ નીતિ-2020માં પણ ઇન્ફ્રાસ્ટ્રકચર મજબૂત કરવા ઇન્સેન્ટીવ જાહેર કર્યા છે.

રાજ્યમાં વટવા, અંકલેશ્વર, વાપી, વડોદરા જેવા પેકેટસને ધ્યાનમાં રાખીને ઇન્ડસ્ટ્રીયલ ઇકોસિસ્ટમ, ઇન્ફ્રાસ્ટ્રકચરના આધાર ઉપર પર્યાવરણ જાળવીને ઔદ્યોગિક વિકાસ થઇ રહ્યો છે એમ પણ તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ ગુજરાત ડાયસ્ટફ મેન્યુફેકચરીંગ એસોસિયેશનની ડિરેકટરી-2020, વેબપોર્ટલ અને મોબાઇલ એપના ગાંધીનગરથી ઇ-લોન્ચીંગ કર્યા હતા.

ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા અને પર્યાવરણ રાજ્ય મંત્રી જયદ્રથસિંહ પરમાર સહિત એસોસિયેશનના પદાધિકારીઓ આ વેળાએ જોડાયા હતા. વિજય રૂપાણીએ કહ્યું કે, ગુજરાતનો જી.ડી.પી. રેટ, એકસપોર્ટરેટ, એફ.ડી.આઇ. વધતા જાય છે અને સાંપ્રત સ્થિતિમાં ચાઇનામાંથી બહાર જઇ રહેલા ઉદ્યોગો માટે ભારત અને ખાસ કરીને ગુજરાત બેસ્ટ ડેસ્ટીનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બને તેમ છે.

આ સંજોગોમાં ડાયસ્ટફ-કેમિકલ હબ તરીકેગુજરાતની ખ્યાતિને પર્યવારણ જાળવણી સાથે આગળ વધારવાની જિમ્મેદારી ડાયસ્ટફ મેન્યુફેકચરીંગ એસોસિયેશન અને તેના સભ્ય ઉદ્યોગોની જવાબદારી વધી જાય છે, એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ કહ્યું કે કોરોના કાળમાં વિકાસની ગતિ ધીમી પડી હતી પરંતુ અટકી નથી, અને હવે વિકાસ કામોથી રોજીંદી જીવન પ્રવૃત્તિઓ ફરીથી ધબકતી થઇ છે. મુખ્યમંત્રીએ આ ડિરેક્ટરી અને મોબાઇલ એપ તથા વેબ પોર્ટલ ડાયસ્ટફ ઉદ્યોગકારોને વિશ્વ સાથે જોડવામાં ઉપયોગી બનશે એમ પણ ઉમેર્યું હતું. ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ એસોસિયેશનના પ્રશ્નો પ્રત્યે મુખ્યમંત્રી યોગ્ય વિચાર કરશે તેવો વિશ્વાસ આપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp