લોન ન લીધી છતા IDFC બેન્કે કાપી લીધી EMI, હવે કોર્ટે ફટકાર્યો દંડ

PC: business-standard.com

IDFC બેન્કે એક વ્યક્તિ પાસે એવી લોન માટે માસિક હપ્તો (EMI) કાપી લીધો, જે તેણે લીધી જ નહોતી. આ કેસમાં હવે એક ઉપભોક્તા કોર્ટે બેંકને નિર્દેશ આપ્યા કે, તે નવી મુંબઈના એ વ્યક્તિને 1 લાખ રૂપિયાનું વળતર આપે. જિલ્લા ઉપભોક્તા વિવાદ નિવારણ આયોગ (મુંબઈ ઉપનગર)એ બેંકને સેવામાં કમીને દોષી માનતા તેને ગ્રાહકને વ્યાજ સહિત 5,676 રૂપિયાની EMI રકમ પરત કરવા માટે પણ કહ્યું.

આયોગે ગયા મહિને પાસ કરેલા આદેશને અત્યારે ઉપલબ્ધ કરાવ્યો છે. ફરિયાદકર્તાએ દાવો કર્યો કે, તેને ખબર પડી કે બેન્કે ફેબ્રુઆરી 2020માં પોતાની પનવેલ શાખામાં તેના ખાતામાંથી લોન માટે EMI કાપી લીધી છે, જો તેણે લીધી જ નહોતી. પૂછપરછ કરવા પર બેન્કે ફરિયાદકર્તાને જણાવ્યું કે, તેને એક E-mail મોકલીને બતાવવામાં આવ્યું હતું કે આ એક ECS ચૂકવણી હતી. આ વ્યક્તિ જ્યારે બેન્ક શાખામાં ગયો તો તેને એક લોન ખાતું આપવામાં આવ્યું. જો કે, જ્યારે તેણે ખાતામાં લૉગ ઇન કર્યું તો તેને ઇ-કોમર્સ કંપની અમેઝોનનું એક્સપાયર થઈ ચૂકેલું વાઉચર મળ્યું.

ફરિયાદકર્તાએ આરોપ લગાવ્યો કે, IDFC બેન્કે અનિવાર્ય પ્રક્રિયાઓનું પાલન કર્યા વિના અને હસ્તાક્ષર પ્રાપ્ત કર્યા વિના છેતરપિંડીથી લોન સ્વીકૃત કરી. તેણે દાવો કર્યો કે, બેન્કે વ્યક્તિગત વિવારણનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર રૂપે 1,892 રૂપિયાની માસિક EMI સાથે 20 મહિનાની અવધિ માટે 20 હજાર રૂપિયાની લોન મંજૂર કરી. આયોગે કહ્યું કે, ફરિયાદકર્તાના અમેઝોન સાથેના પાત્રાચારથી ખબર પડી કે તેને વાઉચર માટે બેન્ક તરફથી કોઈ રકમ મળી નથી.

ઉપભોક્તા આયોગે કહ્યું કે, બેન્કનું આ વર્તન એક અનુચિત વેપાર વ્યવહાર સિવાય કંઇ નથી. એવા ગેરકાયદેસર કૃત્યોના કારણે EMIની ચૂકવણી ન કરવા પર ફરિયાદકર્તાનો સિબિલ સ્કોર ખરાબ થઈ ગયો. આયોગે બેંકને નિર્દેશ આપ્યા કે તે ફરિયાદકર્તાની કાપેલી EMI વ્યાજ સહિત પરત કરે અને આદેશ મળ્યો કે, 60 દિવસની અંદર તેને સેવાની કમી અને માનસિક તેમજ શારીરિક ઉત્પીડન માટે વળતરના રૂપમાં એક લાખ રૂપિયાની ચૂકવણી કરે. આદેશમાં બેન્કને ફરિયાદકર્તાને કેસના ખર્ચ માટે 10 હજાર રૂપિયાની ચૂકવણી કરવા અને ફરિયાદ સાથે સંબંધિત સિબિલ રેકોર્ડને સાફ કરવાના નિર્દેશ પણ આપ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp