17મીએ PM આવે તે પહેલા સુરત ડાયમંડ બુર્સનો 631 કરોડ રૂપિયાનો વિવાદ શું છે?

PC: twitter.com

દુનિયાના સૌથી મોટા ઓફિસ બિલ્ડીંગ અને હવે થોડા દિવસો પછી વિદેશી બાયરો આવવાના શરૂ થવાના છે,જેનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે 17 ડિસેમ્બરે ઉદઘાટન થવાનું છે તેવા ડાયમંડ બુર્સમાં 631 કરોડ રૂપિયાનો મોટો વિવાદ ઉભો થયો છે. બાંધકામ કરનારી કંપની બાકીના પૈસા માંગી રહી છે જ્યારે સુરત ડાયમંડ બુર્સના સંચાલકોનું કહેવું છે કે અમારે કશું આપવાનું થતું નથી. આ વાત કોર્ટમાં પહોંચી છે અને સુરતની કોર્મશિયલ કોર્ટે સુરત ડાયમંડ બુર્સને 7 દિવસની અંદર 100 કરોડ રૂપિયાની બેંક ગેરંટી જમા કરાવવા માટે કીધું છે.16 ડિસેમ્બરે સુનાવણી છે.

અમદાવાદની PSP કંપનીએ સુરત ડાયમંડ બુર્સનું બાંધકામ કર્યું છે. કુલ પ્રોજેક્ટની કિંમત 1575 કરોડ રૂપિયા અને 18 ટકા GST સાથે 1858.50 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ હતો. કોરોના મહામારીના સમયે બાંધકામ બંધ રહ્યું અને જે પ્રોજેક્ટ 30 મહિનામાં પુરો કરવાનો હતો તે 40 મહિનામાં પુરો થયો જેને કારણે બાંધકામ કોસ્ટ વધી ગઇ એવું કંપનીનું કહેવું છે અને એ બાકીની રકમ 538 કરોડ રૂપિયા છે, જે વ્યાજ સાથા 631.32 કરોડ રૂપિયા થાય છે.

સુરત ડાયમંડ બુર્સની પ્લાનીંગ અને બાંધકામ કમિટીના ચેરમેન લાલજીભાઇ પટેલે એક વીડિયો જારી કરીને કહ્યું છે કે, કોરોનાનું બહાનું કાઢીને કંપની અમારી પાસે પૈસા માંગી રહી છે, પરંતુ અમે દરેક બિલનું પેમેન્ટ કરી દીધું. કંપનીની માંગણી બોગસ છે. અમારે માત્ર 2 ટકા રકમ આપવાની બાકી છે, જેની સામે હજુ  સુરત ડાયમંડ બુર્સમાં કામ પણ બાકી છે. એ કામ પુરુ થયા પછી 2 ટકા રકમ ચૂકવી દેવામાં આવશે. અમે અમારી લીગલ ટીમને આખો કેસ સોંપી દીધો છે, લીગલ ટીમ જે પ્રમાણે કહેશે તે પ્રમાણે અમે આગળની કાર્યવાહી કરીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp