ક્રેડિટ કાર્ડનું બિલ ચૂકવવામાં આવી રહી છે પરેશાની, તો આ 5 ઉપાયોથી દૂર કરી શકો છો

PC: britannica.com

કેટલીકવાર જોવા મળે છે કે ક્રેડિટ કાર્ડનો બેદરકારીથી ઉપયોગ કરવાથી તે તમને દેવાની જાળમાં ફસાવી દે છે. ક્રેડિટ કાર્ડનું બિલ સમય પર ન ચુકવવા બદલ તમારે 3-4% સુધીનું વ્યાજ દર મહિને ચૂકવવું પડી શકે છે. આ દિવાળી પર વધારે શોપિંગ કરીને જો તમે પણ ક્રેડિટ કાર્ડના બિલના દેવામાં ફસાઈ ગયા હોવ તો અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તમે કઈ રીતે દેવાની જાળમાંથી નીકળી શકો છો.

તમારા રિવાર્ડ પોઈન્ટ અને કેશ બેકનો ઉપયોગ કરો:

જો તમારો ક્રેડીટ કાર્ડ જાહેર કરનારી બેન્કે અત્યાર સુધી તમારું બિલ જનરેટ નથી કર્યું તો, તમારે રિવાર્ડ પોઈન્ટનો ઉપયોગ કરવો જોઈએ. કેટલીક બેન્કો તમને રિવાર્ડ પોઈન્ટનો ઉપયોગ કરીને ક્રેડિટ કાર્ડ બિલ ચૂકવવા માટેની મંજૂરી આપે છે. જો તમારું બિલ અત્યાર સુધી જનરેટ નથી થયું અને તમારી પાસે કેસબેક પોઈન્ટ છે તો તમે પોતાના ક્રેડિટ કાર્ડ બિલની ચુકવણી કરવા માટે તેનો ઉપયોગ કરી શકો છો.

ક્રેડિટ કાર્ડ બિલને EMIમાં કન્વર્ટ કરાવો:

જો તમે ડિફૉલ્ટર બની ગયા છો અને ક્રેડિટ કાર્ડનું બિલ નથી ભરી શકતા તો, સૌથી પહેલા તમારો સિબિલ કોડ ખરાબ થશે. જોકે એક લેટ પેમેન્ટ આટલી અસર નહીં પડી શકે, પરંતુ એ તમારો પેમેન્ટ લેટ કરવાનો ટ્રેક રેકોર્ડ છે. તો તેનાથી તમારો સિબિલ કોડ ખરાબ થઈ જશે. તેના માટે જરૂરી છે કે તમે સમય પર પેમેન્ટ કરી દો. તમે તમારા ક્રેડીટ કાર્ડ બિલને EMIમાં કન્વર્ટ કરાવી શકો છો. તેનાથી તમારું ઇન્ટરેસ્ટ ઓછું આપવું પડશે. EMI પર કન્વર્ટ કરાવવા પર બેન્ક 2% મહિના સુધી વ્યાજ ચાર્જ કરે છે.

લોનનું બેલેન્સ બીજા ક્રેડિટ કાર્ડ પર ટ્રાન્સફર કરાવો:

જો તમારી પાસે એકથી વધારે ક્રેડિટ કાર્ડ છે તો પોતાના ક્રેડિટ કાર્ડનું બિલ કે અમાઉન્ટ બીજા કાર્ડ પર ટ્રાન્સફર કરાવી શકો છો. જો તમે બાકી રકમને બીજા કાર્ડ પર શિફ્ટ કરો છો તો તમને અલગ ક્રેડિટ કાર્ડ પિરિયડ મળી જાય છે. એવામાં વ્યાજ વધ્યા વિના તમને પેમેન્ટ કરવા માટે એકસ્ટ્રા ટાઈમ મળી જાય છે.

 ટોપઅપ લોન:

એ સિવાય જો તમે હોમ લોન લઈ રાખી છે તો તમે ટોપઅપ લોનની સુવિધા વડે પેમેન્ટ કરી શકો છો. ક્રેડિટ કાર્ડની બાકી રકમ ચુકવવા માટે આ વિકલ્પ અપનાવી શકો છો. તમને જણાવી દઈએ કે હોમ લોન પર 10%થી વધારે વ્યાજ નથી હોતું અને તમે તેને સરળતાથી પહેલાથી ચાલી રહેલા હપ્તામાં જ જોડવી શકો છો. એ સિવાય જો તમે હોમ લોન નથી લીધી તો તમે પર્સનલ લોન લઈને પણ ક્રેડિટ કાર્ડની બાકી રકમ ચૂકવી શકો છો.

લોન આગેઇન્સ્ટ ઇન્વેસ્ટમેન્ટ:

જો તમે ફિક્સ્ડ ડિપોઝિટ (FD), PPF કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી રાખ્યું છે, તો તમે તમારા આ રોકાણના બદલે પણ લોન લઈ શકો છો. આ રીતે તમને ઓછા વ્યાજ પર લોન મળી જશે. તેનાથી તમે ક્રેડિટ કાર્ડની બાકી રકમ ચૂકવી શકશો અને તમારા પર વ્યાજનો બોજ પણ નહીં પડે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp