શું હિંડનબર્ગનું ઉદ્દેશ્ય પૂરું? અત્યારે પણ અદાણી ગ્રુપ પાછળ હાથ ધોઇને પડ્યો છે

શું હિંડનબર્ગે જે ઉદ્દેશ્યથી અદાણી ગ્રુપ વિરુદ્ધ મોરચો ખોલ્યો હતો તે પૂરું થઇ ગયું છે? અદાણી ગ્રુપ વિરુદ્ધ આજથી બરાબર એક મહિના અગાઉ હિંડનબર્ગે આરોપ લગાવ્યો હતો તેની સાથે જ કુલ 88 સવાલ કર્યા હતા. 24 ફેબ્રુઆરીના રોજ ખુલાસો થયા બાદ પણ હિંડનબર્ગનું અદાણી ગ્રુપ વિરુદ્ધ અભિયાન ચાલી રહ્યું છે. એમ લાગ છે કે અદાણી ગ્રુપ પાછળ હિંડનબર્ગ અને તેના ફાઉન્ડર એન્ડરસન હાથ ધોઇને પડ્યા છે. છેલ્લા એક મહિનામાં અદાણી ગ્રુપની માર્કેટ કેપ લગભગ 11,99,256.66 કરોડ રૂપિયા ઘટી ચૂક્યા છે. આ આંકડો શુક્રવાર સુધીનો છે.

હાલમાં અદાણી ગ્રુપની મર્કેટ કેપ ઘટીને 7,20,632 કરોડ રૂપિયા રહી ગઇ છે. જ્યારે આ અગાઉ 24 જાન્યુઆરીના રોજ માર્કેટ કેપ 19,19,888 કરોડ રૂપિયા હતા. હિંડનબર્ગના ઝટકા બાદ હવે અદાણી ગ્રુપની માત્ર 2 કંપનીઓની માર્કેટ કેપ 1 લાખ કરાડ રૂપિયાથી વધુ રહી ગઇ છે, જ્યારે 24 જાન્યુઆરીના રોજ અદાણી ગ્રુપની 6 કંપનીની માર્કેટ કેપ 1 લાખ કરોડ રૂપિયાથી વધુ હતી. અદાણી ટોટલ ગેસને માર્કેટ વેલ્યૂમાં 3.44 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. જ્યારે અદાણી એન્ટરપ્રાઇઝીસની M કેપ 2.38 લાખ કરોડ રૂપિયા, અદાણી ટ્રાન્સમિશનની 2.28 લાખ કરોડ રૂપિયા અને અદાણી ગ્રીન એનર્જીની 2.26 લાખ કરોડ રૂપિયા ઓછા થયા છે.

એટલું જ નહીં 24 જાન્યુઆરીના ખુલાસા બાદથી ન્યૂયોર્ક સ્થિત શોર્ટ સેલર હિંડનબર્ગના સંસ્થાપક એન્ડરસન સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય છે. પોતાનો રિપોર્ટ સાચો સાબિત કરવા માટે સતત એવા કન્ટેન્ટ શેર કરી રહ્યા છે જે અદાણી ગ્રુપ વિરુદ્ધ ઉઠાવવામાં આવી રહ્યા છે. ગુરુવારે બ્લૂમબર્ગનો એક રિપોર્ટ ટ્વીટ કરતા એન્ડરસને લખ્યું કે, હવે એ પુષ્ટિ થઇ ગઇ કે વિનોદે અદાણી ગ્રુપ માટે નાણાકીય પોષણ ડીલ પર વાતચીત કરી અને ગ્રુપ સૌથી મોટા અધિગ્રહણનુ પ્રમુખ ખેલાડી હતું

હિંડનબર્ગના રિપોર્ટથી ન માત્ર અદાણીના શેરોને ઝટકો લાગ્યો છે, તેની અસર અદાણીના લોનદાતાઓ પર પણ જોવા મળી છે. SBIએ હાલમાં જ નિવેદન આપ્યું કે, અદાણી ગ્રુપને બેન્કે વધારે લોન આપી નથી. બેન્કે અદાણીને માત્ર 27000 રૂપિયાની લોન આપી છે જે બેન્કની કુલ લોનની માત્ર 0.9 ટકા હિસ્સો છે. એટલું જ નહીં હિંડનબર્ગના આરોપો પર RBIને સ્પષ્ટતા આપવી પડી હતી. કેન્દ્રીય બેન્કે કહ્યું કે, ભારત બેન્કિંગ સેક્ટર સ્થિર છે અને અદાણી ગ્રુપને લઇને કોઇ પણ પ્રકારનો ડર નથી.

અદાણી ગ્રુપના પ્રમુખ ગૌતમ અદાણીના નેટવર્થમાં ભારે ઘટાડો આવ્યો છે. બ્લૂમબર્ગ બિલેનેયર ઇન્ડેક્સમાં ગૌતમ અદાણી સરકીને 29માં નંબરે પહોંચી ગયા. હાલમાં તેમની સંપત્તિ માત્ર 41.5 બિલિયન ડોલર બચી છે, જ્યારે આજથી બરાબર એક મહિના પહેલા તેઓ ચોથા નંબરે હતા. સપ્ટેમ્બર 2022માં ગૌતમ અદાણીની નેટવર્થ ઝડપથી વધતા 150 અબજ ડોલર પર જઇ પહોંચી હતી. હિંડનબર્ગે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો હતો કે અદાણી ગ્રુપની શેર બજારમાં લિસ્ટેડ 7 મુખ્ય કંપનીઓ 85 ટકાથી વધુ ઓવરવેલ્યૂઝ છે.

જો કે આ દાવો એક મહિના પહેલા કોઇને પચી રહ્યો નહોતો, પરંતુ કથિત દાવા મુજબ અદાણી ગ્રુપણના શેર 24 જાન્યુઆરીથી 24 ફેબ્રુઆરી વચ્ચે 85 ટકાથી વધુ ઘટી ગયા. 24 જાન્યુઆરીના રોજ અદાણી ટોટલ શેરની કીંમટ 3851.75 રૂપિયા હતી, જેમાં અત્યાર સુધી 80.68 ટકાનો ઘટાડો આવી ચૂક્યો છે. એ સિવાય અદાણી ટ્રાન્સમિશન અને અદાણી ગ્રીન એનર્જીના શેર પણ છેલ્લા એક મહિનામાં 80 ટકાથી વધુ તૂટી ચૂક્યા છે.

હિંડનબર્ગનો ઇતિહાસ:

આ દરમિયાન હિંડનબર્ગનો ઇતિહાસ સામે આવ્યો છે. તે કોર્પોરેટમાં ખોટા કામોને શોધવા અને એ કંપની વિરુદ્ધ દાવ લગાવવાનો ટ્રેક રેકોર્ડ છે. શોર્ટ સેલિંગ માટે જાણીતી છે. જો કે હિંડનબર્ગ રિસર્ચ એક ફોરેન્સિક નાણાકીય શોધ ફાર્મ છે જે ઇક્વિટી, ક્રેડિટ,ના એ ડેરિવેટિવનું વિશ્લેષણ કરે છે. તેની સ્થાપના વર્ષ 2017માં નાથન એન્ડરસને કરી હતી. વર્ષ 2017 બાદથી હિંડનબર્ગે અત્યાર સુધી લગભગ 16 કંપનીમાં કથિત ગરબડીને લઇને ખુલાસો કર્યો છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.