શું બેંગકોંકના ડાયમંડ વેપારીએ 300 કરોડ ઉઠમણું કર્યું છે?

ડાયમંડ ઉદ્યોગમાં અત્યારે આમ તો વેકેશન ચાલી રહ્યું છે, પરંતુ બેંગકોકથી એક એવા સમાચાર સામે આવ્યા છે જેને કારણે હીરાઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો છે.હીરાઉદ્યોગમાં છેલ્લાં બે-ત્રણ દિવસથી એવી ચર્ચા છે કે બેંગકોકના એક ડાયમંડ વેપારી જે મુળ સૌરાષ્ટ્રના છે તેમણે 300 કરોડ રૂપિયામાં ઉઠમણું કર્યું છે.

 આ બાબતે અમે બેલ્જીયમ, મુંબઇ અને સુરતના ડાયમંડ ઉદ્યોગકારો સાથે વાત કરી હતી. મુંબઇના વેપારીઓનું કહેવું છે કે હીરાબજારમાં આ વાતની જોરશોરથી ચર્ચા તો ચાલી રહી છે, પરંતુ કોઇ કન્ફર્મેશન સામે આવતું નથી. સુરતના મોટા ડાયમંડના વેપારીઓ પણ આજ વાત કરી કે ચર્ચા છે, પરંતુ કોઇના રૂપિયા ગયા હોય એવી કોઇ વાત સામે આવી નથી.

બેંગકોંગના વેપારી સુરતના એક મોટા વેપારીના વેવાઇ હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp