શેરબજારમાં ભૂકંપ, સેન્સેક્સ 1400 પોઈન્ટ તૂટ્યો, એક ઝાટકે 3 લાખ કરોડનું નુકસાન

PC: bseindia.com

શરૂઆતના ટ્રેડિંગમાં શાનદાર ઉછાળા પછી શેરબજારે અચાનક U-ટર્ન લીધો છે. સેન્સેક્સ આજે તેના ઉચ્ચ સ્તરથી 2 ટકા અથવા 1434 પોઈન્ટ નીચે ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી આજે 22,794ના સર્વકાલીન ઉચ્ચ સ્તરને સ્પર્શી ગયો હતો, જ્યાંથી તે લગભગ 1.60 ટકા અથવા 400 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો છે.

બપોરે 1 વાગ્યે નિફ્ટી 250 પોઈન્ટ ઘટીને 22,400 પર ટ્રેડ કરી રહ્યો હતો જ્યારે સેન્સેક્સ 916 પોઈન્ટ ઘટીને 73,695 પર ટ્રેડ કરી રહ્યો હતો. જ્યારે બેન્ક નિફ્ટી 475 પોઈન્ટથી વધુના ઘટાડા પછી 48,765ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. BSEના ટોચના 30 શેરોમાંથી 25 શેરોમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. બજાજ ફાઇનાન્સના શેરમાં 2 ટકાનો વધારો થયો છે. સૌથી મોટો ઘટાડો ભારતી એરટેલમાં 2.42 ટકા આવ્યો છે.

NSE પરના 2,553 શેરોમાંથી 763 શેરો વધી રહ્યા છે, જ્યારે 1,689 શેરોમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે અને 101 શેરો યથાવત છે. 133 શેર 52 સપ્તાહની ટોચે અને 7 નીચા સ્તરે પહોંચ્યા છે. 87 શેરોમાં અપર સર્કિટ છે અને 37માં લોઅર સર્કિટ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આજે સેન્સેક્સ 460 પોઈન્ટ વધીને 75,095.18ની સપાટીએ પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી લગભગ 150 પોઈન્ટ વધીને 22,794ના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો.

શેરબજારમાં ભારે ઘટાડાથી CEAT ટાયરનો સ્ટોક 4.2 ટકા, જ્યોતિ લેબ્સ 3.6 ટકા, બ્લુ સ્ટાર સ્ટોક 3 ટકા, MRF સ્ટોક 3 ટકા, ટાટા ટ્રેન્ટનો સ્ટોક 3 ટકા અને ICICI લોમ્બાર્ડ સ્ટોક 2.7 ટકા ઘટ્યો છે.

શુક્રવારે ઉછાળા પછી, હેવીવેઇટ શેરોમાં પ્રોફિટ બુકિંગનો દબદબો રહ્યો, જેના કારણે શેરબજાર નીચેની તરફ ભાગવા લાગ્યું હતું. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, HDFC બેન્ક અને IT શેરોમાં આજે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. બીજું કારણ, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ગુરુવારે રૂ. 964 કરોડના શેર વેચ્યા હતા. ત્રીજું મોટું કારણ એ છે કે, સેન્સેક્સની આજે એક્સપાયરી પણ છે.

BSE પર તમામ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન આશરે રૂ. 3 લાખ કરોડ ઘટીને રૂ. 405.83 લાખ કરોડ થયું છે. આનો અર્થ એ થયો કે BSE શેર્સમાં રોકાણ કરનારાઓની સંપત્તિમાં આજે રૂ.2.67 લાખ કરોડનો ઘટાડો થયો છે.

નોંધ: શેરબજારમાં કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલા તમારા માર્કેટ એક્સપર્ટની સલાહ ચોક્કસ લો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp