એમેઝોન-ફ્લિપકાર્ટ પર EDની રેડ... 19 સ્થળે સર્ચ ઓપરેશન ચાલુ, જાણો સમગ્ર મામલો

PC: newagenda.org

E-કોમર્સ દિગ્ગજ એમેઝોન અને ફ્લિપકાર્ટની મુશ્કેલીઓ વધવાની છે. હકીકતમાં, બંને કંપનીઓ વિદેશી રોકાણ માટે નિર્ધારિત નિયમોના કથિત ઉલ્લંઘન માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તપાસ હેઠળ છે. ફેમાના ઉલ્લંઘનના કિસ્સામાં, આ કંપનીઓ સાથે સંકળાયેલા 19થી વધુ સ્થળોએ સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું છે. ચાલો તમને જણાવીએ કે શું છે સમગ્ર મામલો?

મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, E-કોમર્સ જાયન્ટ્સ એમેઝોન અને ફ્લિપકાર્ટના ઉચ્ચસ્તરના અધિકારીઓ વિદેશી રોકાણ નિયમો (FEMA નિયમ ઉલ્લંઘન)ના કથિત ઉલ્લંઘન માટે શંકાના ઘેરામાં ED દ્વારા તપાસ હેઠળ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ મામલામાં બંને કંપનીઓની કથિત ભૂમિકાની પ્રાથમિક તપાસ પૂર્ણ કર્યા પછી આ અધિકારીઓને સમન્સ મોકલવામાં આવી શકે છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કંપનીઓ સામે હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશન પછી આવી શક્યતાઓ પ્રબળ બની છે.

રિપોર્ટ અનુસાર, દિલ્હી, બેંગલુરુ, મુંબઈ, હૈદરાબાદ અને પંચકુલા (હરિયાણા)માં એમેઝોન અને ફ્લિપકાર્ટના સેલર્સ સાથે સંકળાયેલા 19થી વધુ સ્થળો પર ED દ્વારા હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશન પછી આ વાત સામે આવી છે. આ મામલો તેના ધ્યાન પર આવ્યા પછી, એજન્સીએ અનિયમિતતાના પુરાવા એકત્ર કરવાના ઉદ્દેશ્યથી FEMA નિયમો હેઠળ આ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

અનેક પ્રકારની ફરિયાદો મળ્યા પછી EDની તપાસ જોવા મળી રહી છે. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, એમેઝોન અને ફ્લિપકાર્ટ પસંદગીના વિક્રેતાઓને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લાભ આપીને ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI) નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે. બંને કંપનીઓ વિરુદ્ધ ફરિયાદ કરનારાઓ દલીલ કરે છે કે, આ રીતે તેઓ E-કોમર્સ પ્લેટફોર્મ પર અન્ય વિક્રેતાઓને આ પ્રકારની તકો આપતા નથી, જે ભારતમાં FEMA માર્ગદર્શિકાની વિરુદ્ધ છે.

સૂત્રોનું માનીએ તો, EDએ સર્ચ ઓપરેશન હાથ ધર્યા પછી અને પ્રાથમિક તપાસ દરમિયાન મળેલા પુરાવા એકત્ર કર્યા પછી બંને કંપનીઓના ટોચના અધિકારીઓ (Amazon-Flipkartના ટોચના એક્ઝિક્યુટિવ્સ)ને સમન્સ મોકલવાની શક્યતા ઘણી વધી ગઈ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, સ્થાનિક વેપારીઓ અને વેપાર સંગઠનો દ્વારા વારંવાર આક્ષેપો કરવામાં આવ્યા છે કે, વિદેશી E-કોમર્સ પ્લેટફોર્મ તેમના કેટલાક વિક્રેતાઓની તરફેણમાં બજારમાં હેરફેર કરે છે, જેના કારણે નાના વિક્રેતાઓને આ પ્રકારની તકો મળી શકતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp