ફિઝિક્સવાલાઃ ટ્યૂશનથી 5 હજાર કમાતો, પછી 75 કરોડની ઓફર આવી, સ્થાપી પોતાની કંપની
સ્ટાર્ટઅપ અને યુનિકોર્નની બાબતમાં ભારત ઝડપથી આગળ વધ્યું છે. આ યાદીમાં નવું નામ જોડાયું છે ફિઝિક્સવાલાનું, જેને ભારતની 101મી યુનિકોન કંપની બનવાનો ખિતાબ મળ્યો છે. હાલના ફંડિંગ રાઉન્ડમાં આ કંપનીની વેલ્યુ 1.1 બિલિયન ડોલર આંકવામાં આવી છે અને આની સાથે જ ફિઝિક્સવાલાની એન્ટ્રી યુનિકોર્ન ક્લબમાં થઈ ગઈ છે.
આ એજ્યુટેક કંપની શરૂ કરનાર અલખ પાંડેયની કહાની પણ ખૂબ જ રસપ્રદ છે. એક સમયે તેણે 75 કરોડ રૂપિયાના પગાર વાળી નોકરી ઓફર કરવામાં આવી હતી, જેને તેણે ઠુકરાવી દીધી હતી. હવે જ્યારે તેની કંપની યુનિકોન બની ગઈ છે, તો પાંડેયનો તે નિર્ણય સાચો સાબિત થઇ રહ્યો છે.
વચ્ચેથી જ છોડી દીધો એન્જિનિયરિંગનો અભ્યાસ
અલખ પાંડેયય એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરી રહ્યો હતો. આશરે 22 વર્ષની ઉંમરમાં તેણે કોલેજનો અભ્યાસ વચ્ચેથી છોડી દીધો અને ફરી પોતાના હોમટાઉન ઇલ્હાબાદ જતો રહ્યો. ઇલ્હાબાદ પરત ફર્યા પછી પાંડેયે ફિઝિક્સ ભણાવવાનું શરૂ કરી દીધું. મળી રહેલા સમાચારો મુજબ અલખ પાંડેય પોતાના શહેરમાં ફિઝિક્સ ભણાવીને આશરે 5000 રૂપિયા જ મહિનાની કમાણી કરી શકતો હતો. તે દરમિયાન જ તેને એક અન્ય એજ્યુટેક કંપની અનએકેડમીએ 75 કરોડ રૂપિયાની નોકરીની ઓફર કરી હતી. પાંડેયયે ગરીબ બાળકોને ભણાવવાના પોતાના લક્ષ્યને કારણે તે ઓફરને ઠુકરાવી દીધી હતી.
આ રીતે થઈ ફિઝિક્સવાલાની શરૂઆત
પાંડેયનું લક્ષ્ય હતું એક એવી કંપની શરૂ કરવાનું કે જ્યાં એક રિક્ષાચાલક પણ પોતાના બાળકને અભ્યાસ કરાવીને ડૉક્ટર બનાવવાનું સપનું પૂરું કરી શકે. પાંડેયે આ સપનાને ધ્યાનમાં રાખીને ફિઝિક્સવાલાની શરૂઆત કરી. પાંડેય એક જુના વીડિયોમાં જણાવે છે કે, તે પોતાની કંપનીમાં કોઈ પણ ઇન્વેસ્ટર્સને પૈસા ઇન્વેસ્ટ કરવાથી રોકે છે, કારણ કે તેનાથી ફિઝિક્સવાલા ઉપર ફી વધારવાનું પ્રેશર આવી જશે. જોકે હવે તેણે પોતાના પ્લાનમાં બદલાવ કર્યો છે અને ઈન્વેસ્ટર પાસેથી પૈસા લઈ રહ્યો છે.
ફિઝિક્સ વાલાને મળ્યું આટલું વેલ્યુએશન
હાલમાં જ એક ફંડિંગ રાઉન્ડમાં ફિઝિક્સવાલાને 100 મિલિયન ડોલર (આશરે રૂ. 777 કરોડ) મળ્યા છે. આ ફંડિંગ રાઉન્ડમાં વેસ્ટબ્રિજ અને GSV વેન્ચર્સે ઇન્વેસ્ટ કર્યું છે. કંપનીને આ ફંડિંગ 1.1 બિલિયન ડોલરની યુનિકોર્ન વેલ્યુએશનના આધાર પર મળ્યું છે. આની સાથે જ ફિઝિક્સવાલા સિરીઝ A ફંડિંગમાં યુનિકોર્ન બનનારી પહેલી એજ્યુટેક સ્ટાર્ટઅપ કંપની પણ બની ગઈ. આજે ફિઝિક્સવાલા નહિ ફક્ત અનએકેડમી જેવી એજ્યુટેક કંપનીઓને કોમ્પિટિશન આપી રહી છે, પરંતુ ઘણી બાબતોમાં તેઓને પાછળ પણ છોડી ચૂકી છે.
આ બાબતોને કારણે પછડાઈ ગઈ અનએકેડમી
વિંગડાર્ટના સ્થાપક અનુરાગ શ્રીવાસ્તવે એક લિંક્ડિન પોસ્ટમાં જણાવે છે કે, ફિઝિક્સવાલાની વ્યાજ તથા ટેક્સ વગેરે ભર્યા પહેલાની કમાણીનો દર 60 ટકા છે, જ્યારે અનએકેડમીની બાબતમાં આ નિગેટિવમાં 320 ટકા છે. ફાયનાન્સિયલ યર 2020-21મા (FY21) અનએકેડમીનું રાજસ્વ 398 કરોડ રૂપિયા હતું. ફિઝિક્સવાલાનું રાજસ્વ ફાઈનાન્સિયલ યર 2021-22મા (FY22) 350 કરોડ રૂપિયા થઈ ચૂક્યું છે. અનએકેડેમીએ જાહેરાતો પર 411 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. જ્યારે બીજી બાજુ ફિઝિક્સવાલાએ જાહેરાતો પર કોઈ ખર્ચ કર્યો નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp