મોદી સરકારના નિર્ણયથી એલન મસ્ક થયા ખુશ! Jioને થઈ શકે છે નુકસાન
મોદી સરકાર નવું ટેલિકોમ્યુનિકેશન બિલ લઈને આવી છે. 138 વર્ષ જ બિલને આ નવું બિલ રિપ્લેસ કરશે. તેના ઘણા ફાયદા મળી શકે છે, પરંતુ તેમાં સેટેલાઈટ ઈન્ટરનેટ સેવાઓ ઉપલબ્ધ કરાવનારી કંપનીઓને સીધો ફાયદો થઈ શકે છે કેમ કે તેમાં ઈન્ટરનેટ સેવાઓ આપતી કંપનીઓને સ્પેક્ટ્રમની હરાજી નહીં, પરંતુ લાઇસન્સ આપવાનું પ્રાવધાન કર્યું છે. આ અગાઉ એલન મસ્કે પણ તેની માગ કરી હતી. વિદેશી કંપનીઓ પણ લાઇસન્સ પ્રક્રિયાની જ માગ કરી રહી હતી.
હવે સરકારે તેની મંજૂરી આપી દીધી છે તો દેશી કંપનીઓ માટે તેને ઝટકાના રૂપમાં જોવામાં આવી રહ્યું છે. રિલાયન્સ જિયો માટે પણ આ નિર્ણાયને ઝટકાના રૂપમાં જોવામાં આવી રહ્યું છે. કેમ કે એ અગાઉ જિયોએ વૉટ્સએપ કૉલિંગને લઈને પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમાં કહેવામાં આવ્યું હતું કે વૉટ્સએપ અને મેસેજિંગ કંપનીઓ કૉલિંગનું ઓપ્શન આપી રહી છે સાથે જ તેના માટે તે કોઈ સ્પેક્ટ્રમ પણ ખરીદતી નથી. જિયોએ એમ પણ કહ્યું હતું કે ઓક્શન જ સ્પેક્ટ્રમ ફાળવણીની એકદમ યોગ્ય રીત છે. એટલે તે પણ તેને જ ફોલો કરી શકે છે, પરંતુ હવે ઓક્શનની જગ્યાએ લાઇસન્સને પણ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે એટલે કે એલન મસ્કને કોઈ ઓક્શન પ્રક્રિયાને ફોલો નહીં કરવી પડે.
સેટેલાઈટ બ્રોડબેન્ડ સેવા માર્કેટ વર્ષ 2030 સુધી 36 ટકા પ્રતિ વર્ષ વધારવાનું અનુમાન છે એટલે કે બોડબેન્ડ સેવાઓનું ભારતમાં ઉજ્જવળ ભવિષ્ય છે. આ જ કારણ છે કે વિદેશી કંપનીઓ પણ ભારત તરફ જોઈ રહી છે. વર્ષ 2030 સુધી એ 1.9 બિલિયન ડોલર સુધી પહોંચવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ટેલિકોમ્યુનિકેશન બિલમાં OTT Appsને પણ રાહત આપવામાં આવી છે. તેમાં પરિભાષાને ડ્રોપ કરવામાં આવી છે એટલે કે હવે તેના પર કોઈ રોક નહીં લાગે, જ્યારે પહેલા તેને લઈને ખૂબ ચર્ચાઓ હતી. સાથે જ વૉટ્સએપને પણ આ બિલથી રાહત જ મળી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp