મસ્કે જેટલામાં ખરીદ્યુ ટ્વીટર, એટલામાં 150 AIIMS બની જાય અને જાણો શું-શું થઈ શકે

PC: gizmochina.com

44 અબજ ડૉલર, ભારતીય કરન્સી પ્રમાણે 3 લાખ 36 હજાર કરોડ રૂપિયા. આટલી મોટી રકમમાં શ્રીલંકા દેવામુક્ત થઈ શકતું હતું. ભારતમાં 80 કરોડ ગરીબોને બે વર્ષ સુધી મફતમાં અનાજ વહેંચવામાં આવી શકતું હતું. એમ્સ જેવી 150 હોસ્પિટલ બનાવી શકાતી હતી. શિક્ષણ પર ત્રણ ગણો વધુ ખર્ચ કરવામાં આવી શકતો હતો. હવે, આટલા જ 44 અબજ ડૉલરમાં દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ એલન મસ્કે ટ્વીટરને ખરીદ્યુ છે. બે વર્ષ પહેલા સુધી મસ્કની નેટવર્થ આના કરતા લગભગ અડધી હતી. 2020માં તેમની નેટવર્થ 24 અબજ ડૉલરની આસપાસ હતી અને આજે તેમની નેટવર્થ 245 અબજ ડૉલર પર પહોંચી ચુકી છે. 44 અબજ ડૉલર એટલે કે 3.36 લાખ કરોડ રૂપિયા, આ રકમ એટલી મોટી છે, તેનો અંદાજો લગાવવા માટે કેટલીક વસ્તુઓ પર નજર કરવી જરૂરી છે.

શું-શું થઈ શકતું હતું આટલી રકમમાં?

ઊભી થઈ શકતી હતી 1.32 કરોડ કરતા વધુ નોકરીઓ

વર્લ્ડ બેંકે 2018માં એક બ્લોગ લખ્યો હતો. આ બ્લોગમાં ટ્યૂનિશિયાના મોડલ પરથી સમજાવવામાં આવ્યું હતું કે, જો 10 મિલિયન ડૉલરનું રોકાણ કરવામાં આવે તો તેનાથી 300 નોકરીઓ ઊભી થશે. જો આ મોડલને આપણે ભારતમાં પણ લાગૂ કરીએ તો 44 અબજ ડૉલરના નિવેશથી 1.32 કરોડ કરતા વધુ નોકરીઓ પેદા થઈ શકતી હતી.

બની શકતી હતી AIIMS જેવી 150 કરતા વધુ હોસ્પિટલ

દેશમાં એક AIIMS હોસ્પિટલ બનાવવામાં સરેરાશ 2 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ આવે છે. કાશ્મીરમાં 1828 કરોડના ખર્ચે AIIMS બની રહી છે. જો 44 અબજ ડૉલર એટલે કે 3.36 લાખ કરોડ રૂપિયા તેના પર ખર્ચ થાય તો ભારતમાં 150 કરતા વધુ AIIMS જેવી હોસ્પિટલ બની શકતી હતી.

શિક્ષણ પર ત્રણ ગણો ખર્ચ કરી શકતે સરકાર

ભારતમાં સરકાર હજુ પણ શિક્ષણ પર GDPના ત્રણ ટકા કરતા પણ ઓછાં ખર્ચ કરે છે. જ્યારે, ઓછામાં ઓછાં 6 ટકા ખર્ચ થવો જોઈએ. કેન્દ્ર સરકારે શિક્ષણ પર 1.04 લાખ કરોડ રૂપિયાનું બજેટ રાખ્યું છે. જેટલામાં મસ્કે ટ્વીટર સાથે ડીલ કરી છે, એટલામાં ભારત શિક્ષણ પાછળ છ ટકાને બદલે આશરે 10 ટકા ખર્ચ કરી શકતે.

બે વર્ષ સુધી ફ્રી અનાજ વહેંચી શકતે સરકાર

મોદી સરકાર 80 કરોડ ગરીબોને મફત અનાજ આપી રહી છે. તેને વડાપ્રધાન ગરીબ કલ્યાણ અન્ન યોજના નામ આપવામાં આવ્યું છે. તે અંતર્ગત દરેક પરિવારના દરેક વ્યક્તિને દર મહિને 5 કિલો અનાજ આપવામાં આવે છે. આ યોજના પર ત્રણ મહિનામાં આશરે 46 હજાર કરોડ રૂપિયા ખર્ચ થાય છે. 44 અબજ ડૉલરમાં ભારતમાં આશરે 2 વર્ષ સુધી 80 કરોડ લોકોને મફત અનાજ મળી શકતું હતું.

બની શકતા હતા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જેવા 350 મેદાન

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. તે 63 એકરમાં ફેલાયેલુ છે. ફેબ્રુઆરી, 2021માં તેનું ઉદ્ધાટન થયુ હતું. આ સ્ટેડિયમને બનાવવામાં આશરે 800 કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો છે. 44 અબજ ડૉલરમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જેવા 350 સ્ટેડિયમ બનાવી શકાતા હતા.

દરેક ભારતીયના હિસ્સે આવતે અઢી-અઢી હજાર રૂપિયા

આધાર બનાવનારી સંસ્થા UIDAI અનુસાર, 2021 સુધી દેશની અંદાજિત આબાદી 136.09 કરોડ હતી. જો એલન મસ્ક ટ્વીટર સાથે ડીલ ના કરીને તે રકમ દરેક ભારતીયને બરાબર વહેંચી દેતે તો દરેકના હિસ્સામાં અઢી હજાર રૂપિયા આવતે.

સ્ટેચ્યૂ ઓફ યૂનિટી જેવી બની જતે 112 મૂર્તિઓ

ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઊંચી મૂર્તિ બનાવવામાં આવી છે. તેની ઊંચાઈ 182 મીટર છે. તેને બનાવવામાં આશરે 3 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો છે. જો 44 અબજ ડૉલર દેશમાં લગાવી દેવામાં આવતે તો સ્ટેચ્યૂ ઓફ યૂનિટી જેવી 112 મૂર્તિઓ બની જતે.

દેવાળીયું નહીં, દેવામુક્ત થઈ જતે શ્રીલંકા

44 અબજ ડૉલરમાં શ્રીલંકા દેવામુક્ત થઈ શકતું હતું. શ્રીલંકાએ બે અઠવાડિયા રહેલા પોતાને દેવાળીયુ જાહેર કર્યું છે. શ્રીલંકાની કેન્દ્રીય બેંકે કહ્યું હતું કે, તે દેવાળીયુ થઈ ચુક્યુ છે અને 51 અબજ ડૉલરના વિદેશી દેવાની ચુકવણી નહીં કરી શકે.

એલન મસ્ક અને ટ્વીટર વચ્ચે થયેલી ડીલ રકમ પ્રમાણે દુનિયાની ત્રીજી સૌથી મોટી ડીલ છે. ટ્વીટર ત્રીજી ટેક કંપની છે જેની આટલી મોટી કિંમત લાગી છે. આ પહેલા 2016માં ડેલે EMCને 67 અબજ ડૉલરમાં ખરીદી હતી. જ્યારે, આ જ વર્ષે 50 અબજ ડૉલરમાં AMDએ Xilinxને ખરીદી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp