કોર્ટે પૂર્વ SEBI પ્રમુખ દામોદરનને ફટકાર્યો 206 કરોડનો દંડ, જાણો શું છે મામલો

PC: blackhattalent.com

પૂર્વ SEBI પ્રમુખ એમ. દામોદરનને તથા કથિત અમેરિકાની કંપની અપહેલ્થ અને ગ્લોકલ હેલ્થકેર સિસ્ટમ્સ સાથે જોડાયેલા વિવાદમાં અમેરિકામાં ઇન્ટરનેશનલ મધ્યસ્થતા કોર્ટ (ICA) દ્વારા લગભગ 206 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. કોર્ટે કોન્ટ્રાક્ટ કેસનું ઉલ્લંઘન કરવા માટે દામોદરન પર દંડ ફટકાર્યો છે. ઉલ્લેખનીય છે કે, દામોદરન ગ્લોકલ હેલ્થકેર સિસ્ટમ્સમાં શેર હોલ્ડર હતા. બિઝનેસ વર્લ્ડના રિપોર્ટ મુજબ, કોર્ટે ગ્લોકલ હેલ્થકેર, તેના પ્રમોટર્સ, મુખ્ય શેરહોલ્ડર્સ અને ડિરેક્ટર્સને લગભગ 920 કરોડ રૂપિયા (110.2 મિલિયન ડોલર)નો દંડ ફટકાર્યો હતો.

આ કેસમાં અપહેલ્થનો દાવો છે કે, તેણે ગ્લોકલમાં 94.81 ટકા હિસ્સેદારી હાંસલ કરવા માટે કેશ, સ્ટોક અને લોનના રૂપમાં 2,100 કરોડ રૂપિયાની ચૂકવણી કરી છે. દાવો છે કે ચૂકવણી બાદ પણ ગ્લોકલ હેલ્થકેરના પ્રમોટર્સ, ડિરેક્ટર્સે મેનેજમેન્ટ કંટ્રોલને ટ્રાન્સફર કરવાની રોક લગાવી દીધી અને ફાઇનાન્શિયલ ડિટેલ શેર ન કરી. ત્યારબાદ અપહેલ્થે ઇન્ટરનેશનલ ચેમ્બર ઓફ કોમર્સ (ICC) હેઠળ શિકાગો ટ્રિબ્યુનલમાં વચગાળાની કાર્યવાહી શરૂ કરી. આ અગાઉ પણ ગલોકલ અને તેના પ્રમોટર્સે અમેરિકા મધ્યસ્થતાને આગળ વધારવામાં બાધા નાખવાનો પ્રયાસ કર્યો હતો.

શું છે આખો વિવાદ

આ વિવાદ 30 ઑક્ટોબર 2020ના શેર ખરીદી સમજૂતી મુજબ હોલ્ડિંગ્સ દ્વારા ગ્લોકલના અધિગ્રહણ અને ત્યારબાદ ગ્લોકલનું નિયંત્રણ હોલ્ડિંગ્સને છોડવા માટે તેમના દાયિત્વના ઉલ્લંઘનના કારણે થયું. 18 માર્ચે ICAએ પાર્ટીઓને અંતિમ નિર્ણય સંભળાવ્યો હતો, જેમાં કોર્ટે ઉત્તરદાતાઓને કોન્ટ્રાક્ટના ઉલ્લંઘન માટે જવાબદાર માન્યા. ત્યારબાદ ગ્લોકલને ભારે દંડ ફટકારવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે, દામોદરન ઘણી ટોપ ભારતીય કંપનીઓના બોર્ડમાં સામેલ છે.

Paytm પેમેન્ટ્સ બેંકની નિષ્ફળતા બાદ, વન 97 કમ્યુનિકેશન લિમિટેડના બોર્ડે દામોદરનની અધ્યક્ષતામાં એક સામૂહિક સલાહકાર સમિતિની રચના કરી છે. તો બ્લૂમબર્ગ મુજબ, ગ્લોકલ હેલ્થકેર સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ કોલકાતામાં એક હૉસ્પિટલ તરીકે કામ કરે છે. ગ્લોકલ હેલ્થકેર સિસ્ટમ્સ ભારતમાં ગ્રાહકોને સેવા પ્રદાન કરે છે. એ સિવાય અપહેલ્થ સ્વાસ્થ્ય દેખરેખ સેવાઓ પ્રદાન કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp