150 રૂપિયાની અંદરના ભાવનો આ શેર 9 મહિનામાં બમ્પર રિટર્ન આપી શકે, એક્સપર્ટની સલાહ

PC: bhaskar.com

શેરબજારમાં રૂપિયાનું રોકાણ કરવું એ બેંકોમાં ખાતું ખોલવા જેવું સરળ નથી કે એક બેંકને પસંદ કરીને અને વ્યાજ દર જોઇને બચત ખાતું ખોલાવી દીધું. એના માટે તમારે શેરબજારની ચાલ પર સતત નજર રાખવી પડે છે. જો કે સામાન્ય રોકાણકાર સતત શેર પર નજર રાખે તો પણ ઘણી વખત શેર બાબતે સમહતિ બનતી નથી. એટલા માટે બજારના જે જાણકારો છે તેમની વાત સાંભળવી પડે, જે બતાવતા હોય છે કે શેરબજારમાં કયા સ્ટોકસ પર મહેનતની કમાણી લગાવી શકાય. આજે એક એવા સ્ટોકસની તમારી સાથે વાત કરવી  છે જેનો ભાવ 150 રૂપિયાની અંદર છે અને  માત્ર 9 મહિનાની અંદર બમ્પર રિટર્ન આવી શકે છે. તો તમે તમારું નસીબ આ સ્ટોકસમાં અજમાવી શકો છો.

Zee બિઝનેસ પર દરરોજ બજારના કોઇકને કોઇક એક્સપર્ટ આવતા હોય છે અને કયા શેર ખરીદવા તેની સલાહ આપતા હોય છે. એવાજ એક શેરબજારના જાણકાર સાથે zee બિઝનેસના મેનેજિંગ ડિરેકટર અનિલ સિંઘવીની સાથેની વાતચીતમાં સંદિપ જૈને પોતાની પસંદગીના કવોલિટી શેર વિશે વાત કરી હતી.સંદિપ જૈને MMP Industries પર પોતાનો મત વ્યકત કર્યો તો હવે જાણીએ આ શેર વિશે.

સંદિપ જૈને કહ્યુ હતું કે MMP Industries શ્રેષ્ઠ કવોલિટી કંપની છે અને 1983થી કાર્યરત છે. કંપનીનું જૂનું  નામ મહારાષ્ટ્ર મેટલ પાઉડર (MMP) છે.સંદીપ જૈને કહ્યું છે કે છેલ્લાં 30 વર્ષમાં કંપની એલ્યૂમિનિયમ ફોઇલ્સ, એલ્યૂમિનિયમ પેસ્ટ અને એલ્યૂમિનિયમ પાઉડરની ગ્લોબલ પ્લેયર બની ગઇ છે. NSLCO અને HINDALCO પછી MMP ત્રીજા નંબરની સૌથી મોટી એલ્યૂમિનિયમ સેકટરની લિસ્ટેડ કંપની છે.

સંદિપ જૈને કહ્યું કે શેરનો ભાવ અત્યારે 154 રૂપિયાની આજુબાજુ છે, જે 6થી 9 મહિનાની અંદર 170 રૂપિયા પર પહોંચી શકે છે. તાજેતરમાં કંપનીના એલ્યૂમિનિયમ કંડકટર્સમાં પણ ડાઇવર્સિફિકેશન કર્યું છે. કંપનીમાં પ્રમોટરનો સ્ટેક 75 ટકા છે. કંપનીના ત્રિમાસિક પરિણામની વાત કરીએ તો માર્ચ 2020માં 3.5 કરોડ રૂપિયા ટેકસ પછીનો ચોખ્ખો નફો નોંધાયો છે. સંદિપ જૈને આ શેર ખરીદવાની સલાહ આપી છે.

નોંધ-માત્ર માહિતી આપવા ખાતર આ ન્યૂઝ લખવામાં આવ્યા છે.શેરબજારમાં રોકાણ કરતી વખતે તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરવું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp