ભારત સરકારે આપ્યા આદેશ, ચીનની બે મોટી કંપનીઓ સામે થશે તપાસ

PC: m.punjabkesari.in

મોટી કાર્યવાહી કરતા કેન્દ્ર સરકારના કોર્પોરેટ અફેર્સ મંત્રાલયે MG મોટર્સ અને Vivo મોબાઈલ ઈન્ડિયા પર તપાસના આદેશ આપ્યા છે. MG મોટર્સમાં MCAની તપાસ RD ઓફિસ દ્વારા કરવામાં આવશે. જ્યારે Vivo મોબાઈલની તપાસ SFIO દ્વારા કરવામાં આવશે. MG મોટર્સ અને Vivo મોબાઈલ બંનેની પેરેન્ટ કંપનીની હિસ્સેદારી અંગે તપાસ ચાલી રહી છે. આ બંને કંપનીઓ પર ચીનની સરકારને ખુબ મોટો લાભ પહોંચાડવા અને ટેક્સ ચોરી કરવાનો આરોપ છે.

થોડા દિવસો પહેલા મંત્રાલયે રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ દ્વારા ચીની કાર ઉત્પાદક કંપની MG મોટરના ડિરેક્ટર અને ઓડિટર ડેલોઈસને તપાસમાં મળી આવેલી ગેરરીતિઓ અંગે સ્પષ્ટતા માંગવા માટે બોલાવ્યા હતા. જ્યારે, Vivo મોબાઇલના ઘણા સ્થળો પર દરોડા પછી, કસ્ટમ ડ્યુટી ન ભરવાના સમાચાર સામે આવ્યા હતા અને હવે આ બંને પર ચીન સરકારને પૈસા મોકલવાનો આરોપ છે. આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

ચીનની કાર મેન્યુફેક્ચરિંગ કંપનીને નાણાકીય વર્ષ 2019-20માં ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો હતો, જેનું કારણ સરકારે પૂછ્યું હતું. આ પછી સરકારે MG મોટર ઇન્ડિયાના નાણાકીય નિવેદનોની તપાસ શરૂ કરી. તપાસમાં શંકાસ્પદ વ્યવહારો, કરચોરી, બિલિંગમાં અનિયમિતતા અને અન્ય બાબતો સામે આવી છે. બીજી તરફ ઓટો કંપનીએ કહ્યું કે, નિયમોનું પાલન કરવામાં આવ્યું છે. કંપનીએ કહ્યું કે, કોઈપણ ઓટો કંપની માટે પ્રથમ વર્ષમાં નફો કરવો મુશ્કેલ છે.

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ને માહિતી મળી હતી કે Vivo મોબાઈલ ઈન્ડિયા કંપની કસ્ટમ ડ્યુટી ચૂકવ્યા વિના મોટા પાયે ચીનથી સામાન અને સાધનો ભારતમાં લાવી રહી છે. કંપનીની તપાસ કર્યા બાદ DRIએ કહ્યું કે, Vivoએ અત્યાર સુધીમાં અંદાજે રૂ.2217 કરોડની કસ્ટમ ડ્યુટીની ચોરી કરી છે. જ્યારે તેના અનેક સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા ત્યારે ખબર પડી કે, તેણે કસ્ટમ ડ્યુટી ન ભરવાનું મોટું ષડયંત્ર રચ્યું હતું. DRIએ આ સમયગાળા દરમિયાન ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ રિકવર કર્યા હતા. દસ્તાવેજોની તપાસમાં જાણવા મળ્યું છે કે, Vivo India એ ચીન સ્થિત તેની મૂળ કંપનીને રૂ.2217 કરોડનો નફો પૂરો પાડ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp