વાવાઝોડાને ધ્યાને રાખી આ પાકની ટેકાના ભાવે ખરીદીની સમયમર્યાદામાં વધારો
સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ લિ. ના નાયબ જિલ્લા મેનેજરની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષની ઉજવણીના ભાગરૂપે ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવી માર્કેટીંગ સીઝન 2023-24 માં રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ઉનાળુ બાજરી, જુવાર, રાગી અને મકાઇની ખરીદી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી. મારફતે કરવામાં આવી રહી છે. આ જણસીની ખરીદી માટેનો સમયગાળો અગાઉ તા.15/06/2023 સુધી નિયત કરવામાં આવેલ હતો, જેમાં વધારો કરી આ ખરીદીનો સમયગાળો તા.15/07/2023 સુધી નિયત કરવામાં આવેલો છે.
આ યાદીમાં વધુમાં જણાવ્યા પ્રમાણે સમગ્ર રાજ્યમાં હાલ બિપરજોય વાવાઝોડાના કારણે ઉત્પન્ન થનાર સંભવિત પરિસ્થિતિને ધ્યાને રાખીને રાજ્યના તમામ ખરીદ કેન્દ્ર/ગોડાઉનો પર લઘુતમ ટેકાના ભાવે ઉનાળુ બાજરી, જુવાર, રાગી અને મકાઇની ખરીદી તા.14/06/2023 થી અન્ય સુચના ન મળે ત્યાં સુધી હાલ પુરતી મોકૂફ રાખવામાં આવેલ છે. જેથી પરિસ્થિતિ અનુકુળ થયેથી નિયત પ્રણાલી અનુસાર ટેકાના ભાવે ખરીદી રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. જેની તમામ ખેડૂત ખાતેદારોને નોંધ લેવા વધુમાં જણાવાયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp