પહેલીવાર ગુજરાતમાં ભરશિયાળે કેસર કેરી, ખેડૂતો અચંબામાં, ભાવ અધધધ...

PC: abtakmedia.com

દેશના ઇતિહાસમાં પહેલીવાર ગુજરાતમાં એવું બન્યું છે કે ભરશિયાળામાં કેસર કેરીનો પાક ઉતર્યો છે જે જોઇને ખેડુતોની આંખ આશ્ચર્યથી પહોળી થઇ ગઇ છે. ભર ઉનાળાની સિઝનમાં આંબા પર દેખાતી કેસર કરી હજુ તો સિઝન પુરી થયાને માંડ 3-4 મહિના થયા છે અને પાછી આંબા પર મસ્ત મજાની કેસર પોરબંદરમાં જોવા મળી છે અને નવાઇની વાત એ છે કે 830 રૂપિયે કિલો કેસર વેચાઇ પણ ગઇ છે. ખેડુતો આને કુદરતનો કરિશ્મા બતાવી રહ્યા છે. ખેડુતોએ કહ્યું દેશમાં આવું પહેલીવાર બન્યું.

ગુજરાતીમાં એક કહેવત છે કે ઉતાવળે આંબા ન પાકે. પરંતુ આ કહેવત ખોટી પડતી હોય તેમ ભરશિયાળામાં પોરબંદરમાં કેસર કેરીનું આગમન થયું છે. Khabarchhe.Comએ પોરબદરના એક ખેડુત આગેવાન છગનભાઇ ઓડેદરા સાથે વાત કરી તો તેમણે કહ્યું કે, ભર શિયાળામાં પોરબંદરના બજારમાં કેસર કેરીનું આગમન થયું છે અને આવું અમે ક્યારેય જોયું નથી. દેશના ઇતિહાસમાં પહેલીવાર બન્યું કે શિયાળામાં કેસર કેરી આંબા પર આવી હોય.

આખી દુનિયા જાણે છે કે કેરીની સિઝન ઉનાળામાં આવે છે અને ઉનાળાના 3થી 4 મહિના બજારોમાં કેરીનું વેચાણ થતું હોય છે, શિયાળામાં કેરી આવી હોય તેવું ક્યારેય સાંભળ્યું નથી, પરંતુ પોરબંદરમાં આવું બન્યું અને એક બે કે 3 ચાર કિલો નહીં, પરંતુ કેસર કેરીનો મોટો ફાલ ઉતર્યો છે.

પોરબંદરના આદિત્યાણા ગામમાં આ વર્ષે 5 મહિના પહેલાં જ આંબા પર કેરીનો મોર જોવા મળી રહ્યા છે. ભર શિયાળે પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં 20 કિલો કેસર વેચાવવા આવી હતી અને જાણવા મળેલી વિગત મુજબ કિલોએ 830 રૂપિયાના ભાવે કેસર કેરી હરાજીમાં વેચાઇ પણ ગઇ છે.

પોરબંદરના કેરીના વેપારી નિતીન દામાણીએ પણ કહ્યુ કે, ભર શિયાળામાં કેસરનું આગમન એ દેશની પહેલી ઘટના છે, આવું અમે ક્યારેય અમારી જિંદગીમાં જોયું નથી.

બાગાયત અધિકારી બી.એ. અડોદરાનું કહેવું છ કે ડિસેમ્બરના અંતમાં અને જાન્યુઆરી દરમિયાન આંબામાં ફલાવિરગ થતું હોય છે. પરંતુ આ વખતે ચોમાસા બાદ છેલ્લે પડેલા વરસાદ ઉપરાંત કલાયમેટ ચેન્જના કારણે તથા તૌકતે વાવાઝોડા બાદની અસરના કારણે કેટલાક આંબામાં બે માસ અગાઉ જ ફલાવરીગ થયું હતું. દરિયાઈ પટ્ટીની ગરમ આબોહવા કેરી ને માફક આવતા અને સારી માવજત કરવામાં આવતા ખંભાળા ઉપરાંત હનુમાનગઢ અને બિલેશ્વરમાં પણ કેટલાક આંબામાં ફલાવરીગ વહેલું જોવા મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp