આ તારીખે ફરી માવઠું આવવાનું છે, પરેશ ગોસ્વામીએ કરી આગાહી

PC: indiatoday.in

હજુ તો બે દિવસ પહેલાં ગુજરાતમાં કમોસમી વરસાદે ખેડુતોની ચિંતા વધારી હતી અને ખેડુતો હજુ તેની કળમાંથી બહાર નથી આવ્યા ત્યાં હવામાનના જાણકાર પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે આવતીકાલથી એટલે કે શુક્રવારથી ફરી એકવાર વાતાવરણમાં પલટો આવશે માવઠું થશે. અત્યારે ખેડુતો માટે શિયાળુ પાકની સિઝન ચાલી રહી છે અને કમોસમી વરસાદ તેમની મહેનત પર પાણી ફેરવી દેશે.

હવામાનના જાણકાર પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે ગુજરાતમાં ફરી એક માવઠાંની શક્યતા દેખાઇ રહી છે. ગોસ્વામીએ કહ્યું કે, દક્ષિણ ભારતમાં ઇશાનનું ચોમાસું ચાલી રહ્યું છે અને બંગાળની ખાડીમાં વારંવાર અસ્થિરતા જોવા મળી રહી છે. જેને કારણે ફરી એકવાર વરસાદી સિસ્ટમનું નિર્માણ થયું છે. આ સિસ્ટમને કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. જેનો ટ્રોફ ગુજરાતમાં પણ જોવા મળી શકે છે.

પરેશ ગોસ્વામીએ કહ્યુ કે, આ જે ફેરફારો થઇ રહ્યા છે તેને કારણે 1લી ડિસેમ્બરથી 4 ડિસેમ્બર સુધી ગુજરાતમાં અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદ જોવા મળશે. ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તેમણે કહ્યુ કે 2થી 4 ડિસેમ્બર સુધી અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડશે અને 5 ડિસેમ્બરથી વાતાવરણ ખુલ્લું થઇ જશે.

આ વખતે ચોમાસાની સિઝનમાં ગુજરાતમાં સારો એવો વરસાદ રહ્યો હતો જેને કારણે જગતનના તાતના ચહેરા પર ખુશી જોવા મળી હતી. પરંતુ હજુ બે દિવસ પહેલાં કમોસમી વરસાદ તો પડ્યો, પરંતુ અનેક જગ્યાએ તો કરા સાથે વરસાદ પડ્યો. ખેડુતોને તેમના પાકની ચિંતા સતાવી રહી છે. જો કમોસમી વરસાદ ફરી આવશે અને પાકને નુકશાન થશે તો અનેક ખેડુતો બરબાદ થઇ જશે.

ગુજરાતમાં 26 અને 27 નવેમ્બર એમ બે દિવસ માવઠાંએ ભારે કરી હતી અને ખેડુતોની વાવણીને ભારે નુકશાન થુયં હતું. એ દિવસના વરસાદમાં વીજળીને કારણે 24 લોકોના મોત થયા હતા. દક્ષિણ ગુજરાતના ખેડુતોને પણ ભારે નુકશાન વેઠવું પડ્યું હતું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp