માતાનું દૂધ વેચવા પર લાગ્યો પ્રતિબંધ, 5 લાખનો દંડ થશે

PC: news-medical.net

ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક ઓથોરિટી (FSSAI)એ હ્યુમન મિલ્કને લઈને એક મોટો નિર્દેશ આપ્યો છે. FSSAIએ માતાના દૂધનું પ્રોસેસિંગ અને વેચાણને અયોગ્ય માન્યું છે અને તેના કોમર્શિયલાઈઝેશનને પણ અયોગ્ય કરાર આપ્યો છે. તેનો ઉપયોગ માત્ર નવજાત કે હેલ્થી ફેસિલિટીઝમાં શિશુને આપવાની જ મંજૂરી છે. FSSAI એટલે કે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ તેને લઈને એડવાઇઝરી પણ જાહેર કરી છે.

FSSAIએ FSS અધિનિયમ 2006 અંતર્ગત હ્યુમન મિલ્કની પ્રોસેસિંગ અને વેચાણને મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો છે. ખાદ્ય નિયામકે એવી પણ સલાહ આપી કે હ્યુમન મિલ્ક અને તેની પ્રોડક્ટ્સના કોમર્શિયલ સાથે સંબંધી બધી ગતિવિધિઓને રોકવી જોઈએ. FSSAIએ 24 મેના રોજ જાહેર કરેલી પોતાની એડવાઇઝરીમાં કહ્યું કે, હ્યુમન મિલ્ક અને તેની પ્રોડક્ટ્સના કોમર્શિયલાઈઝેશન માટે ઘણી સોસાયટીઓ તરફથી અનુરોધ મળ્યો હતો.

એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું કે, FSSAIએ FSS અધિનિયમ અને એ હેઠળ બનાવવામાં આવેલા નિયમો હેઠળ હ્યુમન મિલ્કની પ્રોસેસિંગ અને વેચાણને મંજૂરી આપી નથી. એટલે એવી સલાહ આપવામાં આવે છે કે હ્યુમન મિલ્ક અને તેની પ્રોડક્ટ્સના કોમર્શિયલાઈઝેશનથી રિલેટેડ બધી ગતિવિધિઓ પર તાત્કાલિક રોક લગાવવી જોઈએ. જો કોઈ પણ એમ કરે છે તો તેણે FBS અધિનિયમ 2006 અને તેના હેઠળ બનાવવામાં આવેલા નિયમનું ઉલ્લંઘન માનવામાં આવશે. પછી તેની વિરુદ્ધ કાર્યવાહી કરી શકાય છે.પછી તેની વિરુદ્ધ કાર્યવાહી કરી શકાય છે.

FSSAIએ જણાવ્યું કે, કેટલીક કંપનીઓ ડેરી પ્રોડક્ટની આડમાં હ્યુમન મિલ્કનો વેપાર કરી રહી છે. બ્રેસ્ટ મિલ્કને માત્ર ડોનેટ કરી શકાય છે, તેના બદલે કોઈ પણ પ્રકારના પૈસા કે ફાયદો નહીં લઈ શકાય. ડોનર હ્યુમન મિલ્કનું વેચાણ નહીં કરી શકે અને ન તો કોમર્શિયલ યુઝ કરી શકે છે. જો શિશુ અને માતા બ્રેસ્ટ ફીડિંગ માટે સ્વસ્થ છે તો એ ફરજ નિભાવવી જ પડશે. FSSAIએ કહ્યું કે, એ સિવાય રાજ્યા અને કેન્દ્રીય લાઇસન્સિંગ ઓથોટિરીએ એ સુનિશ્ચિત કરવું જોઈએ કે માતાનું દૂધ કે હ્યુમન દૂધની પ્રોસેસિંગ કે વેચાણમાં સામેલ એવા FBOને કોઈ લાઇસન્સ ન આપવામાં આવે.

FSSAIએ કહ્યું કે, હાલના જ વર્ષોં કેટલીક કંપનીઓ આ પ્રકારના દૂધનું વેચાણ અને પ્રોસેસિંગનું કામ કરી રહી છે. કેટલીક કંપનીઓ ડેરી પ્રોડક્ટ્સનો સંદર્ભ આપીને FSSAIનું લાઇનસન્સ લેવામાં સફળ થઈ. હવે બ્રેસ્ટ ફીડિંગ પ્રમોશન નેટવર્ક ઓફ ઈન્ડિયાએ સરકારને એવી કંપનીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાનો અનુરોધ કર્યો છે. ઉલ્લંઘન કરનારાઓને 5 વર્ષ સુધીની સજા અને 5 લાખ રૂપિયા સુધીનો દંડ લગાવી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp