ગૌતમ અદાણીએ પોતાના દીકરા કરણ અદાણીને આ બિઝનેસની જવાબદારી સોંપી

PC: thehindubusinessline.com

વિશ્વના બીજા નંબરના સૌથી અમીર વ્યક્તિ ગૌતમ અદાણીએ સીમેન્ટ કારોબારમાં બે મોટી ડીલ કરી છે. અદાણી ગ્રુપે અંબુજા સીમેન્ટ્સ અને ACC લિમિટેડના અધિગ્રહણને પુરુ કરી લીધું છે. તેની સાથે જ અદાણી સમૂહ દેશનું બીજા નંબરનું સૌથી મોટું સીમેન્ટ ઉત્પાદક ગ્રૂપ બની ગયું છે. પહેલા નંબર પર આદિત્ય બિરલા ગ્રુપની અલ્ટ્રાટેક સીમેન્ટ છે.

સીમેન્ટ કારોબારને ગૌતમ અદાણીના મોટા દીકરા કરણ અદાણી સંભાળવા જઇ રહ્યા છે. સૂત્રો અનુસાર, કરણ અદાણીને અંબુજા સીમેન્ટના નોન એક્ઝીક્યુટિવ નિર્દેશકના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે. તે સિવાય તેમણે ACCના નોન એક્ઝીક્યુટિવ ચેરમેન પણ નિયુક્ત કરાયા છે, કરણ અદાણી હાલ અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશ્યિલ ઇકોનોમિક ઝોન લિમિટેડના CEO પણ છે.

અદાણી ગ્રુપે વિતેલા દિવસોમાં આ બે દિગ્ગજ સીમેન્ટ કંપનીઓનું અધિગ્રહણ લગભગ 10.5 અબજ ડોલરમાં કર્યું હતું. હવે ખબર છે કે, આ કારોબારને ગૌતમ અદાણીએ પોતાના 35 વર્ષના મોટા દીકરા કરણ અદાણીને સંભાળવા માટે આપ્યો છે. કરણ અદાણી માટે સીમેન્ટનો કારોબાર સંભાળવો એક મોટી જવાબદારી છે. જોકે, પાછલા દોઢ દાયકાથી તે પોર્ટ્સનો કારોબાર સંભાળી રહ્યા છે. આ સોદા પૂરો થયા બાદ અદાણીની અંબુજા સીમેન્ટ્સમાં 63.15 ટકા અને ACCમાં 56.69 ટકા હિસ્સેદારી હશે. હવે અંબુજા સીમેન્ટ્સ અને ACCનું સંયુક્ત માર્કેટ કેપ 19 અબજ ડોલર થઇ ગયું છે.

કરણ અદાણી લગભગ 15,934 કરોડ રૂપિયાના પોર્ટ બિઝનેસને જવાબદારી સાથે સંભાળી રહ્યા છે. કરણ જાન્યુઆરી, 2016માં અદાણી પોર્ટ્સના CEO નિયુક્ત કરાયા છે અને તેમણે આ કારોબારનો ઝડપથી વિસ્તાર કર્યો છે. રિપોર્ટ્સ અનુસાર કરણ અદાણીની આગેવાનીમાં અંબુજા સીમેન્ટ્સ અને ACC બન્નેને અદાણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેટફોર્ સાથે તાલમેલ વિશેષ લાભ થવા જઇ રહ્યો છે. ખાસ કરીને કાચો માલ, અક્ષય ઉર્જા અને લોજિસ્ટિકના ક્ષેત્રમાં અદાણી ગ્રુપને મહારથ હાંસલ થઇ છે, કારણ કે, અદાણી ગ્રુપની કંપનીઓ પાસે આ કામોને લઇને વ્યાપક અનુભવ છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, પોતાના દીકરાને જવાબદારી સોંપવા સિવાય, ભારતીય અબજપતિ સીમેન્ટ કારોબારને વધારવા માટે વરિષ્ઠ અધિકારોને પણ શામેલ કરવાની યોજના બનાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp