કમાણીમાં આજે અદાણીએ એલન મસ્કને પણ છોડ્યા પાછળ, 24 કલાકમાં કમાયા 12.3 અબજ ડૉલર

PC: livemint.com

અબજપતિ ગૌતમ અદાણી માટે છેલ્લા કેટલાક વર્ષ શાનદાર રહ્યા છે અને તેમની સંપત્તિમાં રોજ વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં તો દુનિયાના તમામ અમીરોની લિસ્ટમાં અદાણી સૌથી વધુ કમાણી કરનારા વ્યક્તિ બનીને ઉભર્યા છે. અદાણી ગ્રૃપના ચેરમેનનું નેટવર્થ એક જ દિવસમાં 12.3 અબજ ડૉલર કે લગભગ 1,91,62,33,50,000 રૂપિયાનો વધારો થયો છે. તેની સાથે જ અદાણી એક દિવસમાં સૌથી વધુ કમાણી કરવાની બાબતે નંબર-1 અબજપતિ બની ગયા છે.

બ્લૂમબર્ગ બલેનિયર્સ ઇન્ડેક્સ મુજબ, જ્યાં સોમવારે ગૌતમ અદાણીએ એક દિવસમાં લગભગ 4 અબજ ડૉલર કરતા વધુની કમાણી કરી હતી, તો મંગળવારે જ તેમણે શાનદાર 12.3 અબજ ડૉલરની કમાણી કરી. એક દિવસમાં કમાણી કરવાનો આ આંકડો એલન મસ્કથી લઈને બર્નાર્ડ અર્નાલ્ડ સુધી ટોપ-4 બિલેનિયર્સની કમાણીથી ઘણો બધો છે. ઉલ્લેખનીય છે કે એલન મસ્કની સંપત્તિ 2.25 અબજ ડૉલર, જેફ બેજોસનું નેટવર્થ 1.94 અબજ ડૉલર અને બર્નાર્ડ અર્નાલ્ડની સંપત્તિ 2.16 અબજ ડૉલર વધી છે.

સંપત્તિમાં થયેલા આ જોરદાર નફા બાદ દુનિયાના ટોપ અબજાપતિઓની લિસ્ટમાં ગૌતમ અદાણીનું કદ હજુ વધી ગયું છે. ગત કારોબારી દિવસમાં તેમણે અમીરોની લિસ્ટમાં 4 અંકની છલાંગ લગાવી હતી અને 20માં નંબરથી સીધા 16માં નંબર પર પહોંચી ગયા. તેમની સંપત્તિ વધીને હવે 82.5 અબજ ડૉલર થઈ ગઈ છે અને આ વધારાના કારણે હવે અદાણી ગ્રુપના ચેરમેન દુનિયાના 16માં સૌથી અમિત વ્યક્તિ બની ગયા છે. ગૌતમ અદાણીના નેટવર્થમાં આ જોરદાર ઉછાળો તેમની કંપનીઓના શેરોમાં ચાલી રહેલી તેજીના કારણે જોવા મળ્યો છે.

છેલ્લા 3 દિવસોથી અદાણી ગ્રુપની શેર બજારમાં લિસ્ટેડ 10 કંપનીઓના સ્ટોક રોકેટ ગતિએ ભાગી રહ્યા છે. બુધવારે પણ તેમાં તેજીનો સિલસિલો ચાલી રહ્યો છે. બપોરે 02:10 વાગ્યા સુધી અદાણી ટોટલ ગેસના શેર 18.66 ટકા અને અદાણી ગ્રીન એનર્જીના શેર 14.1 ટકાની તેજી સાથે કારોબાર કરી રહ્યા છે. એ સિવાય અદાણી પોર્ટ, અદાણી પાવર, અદાણી વિલ્મરમાં પણ તેજી જોવા મળી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp