અદાણી ગ્રુપ વિરુદ્ધ અમેરિકામાં શરૂ થઈ તપાસ! હવે લાગ્યો આ આરોપ, જાણો શું છે મામલો

PC: tv9hindi.com

ગૌતમ અદાણીના અદાણી ગ્રુપ વિરુદ્ધ અમેરિકામાં તપાસ કરવામાં આવી રહી છે. બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ, આ તપાસ લાંચના એક આરોપને લઈને શરૂ કરવામાં આવી છે. આ આખો મામલો એક એનર્જી પ્રોજેક્ટ સાથે જોડાયેલો બતાવવામાં આવી રહ્યો છે. અધિકારી એ જાણકારી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે અદાણી ગ્રુપ કે તેની સાથે જોડાયેલા લોકોએ અધિકારીઓને એક એનર્જી પ્રોજેક્ટમાં મન મુજબ કામ કરાવવા માટે લાંચ આપવામાં સામેલ તો નથી? આ તપાસના દાયરામાં ભારતીય રિન્યૂએબલ એનર્જી કંપની, Azure પાવર ગ્લોબલ લિમિટેડ પણ સામેલ છે.

આ અગાઉ ગયા વર્ષે અમેરિકાની એક શોર્ટ સેલિંગ કંપની હિંડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રુપ વિરુદ્ધ એક રિસર્ચ પેપર જાહેર કર્યું હતું. તેમાં અદાણી ગ્રુપને ખૂબ નુકસાન ઉઠાવવું પડ્યું હતું. હિંડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રુપ પર પોતાના સ્ટૉક્સની પ્રાઇઝ સાથે છેડછાડ કરવાનો આરોપ લગાવ્યો હતો. જો કે, અદાણી ગ્રુપે હિંડનબર્ગના આ રિપોર્ટને જળમૂળથી નકારી દીધો હતો.

આ મામલે અદાણી ગ્રુપનું કહેવું છે કે, તે ભારત અને ગ્લોબલ લેવલ પર ભ્રષ્ટાચાર વિરોધી કાયદાઓનું પાલન કરે છે. ગ્રુપના પોતાના ચેરમેન વિરુદ્ધ કોઈ પણ તપાસની જાણકારી નથી. આ અગાઉ પણ અમેરિકન શોર્ટ સેલર કંપની હિંડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રુપ પર ઘણા આરોપ લગાવ્યા હતા. જેનું ગ્રુપે ખંડન કર્યું હતું. અદાણી ગ્રુપ અને Azure બંને ભારતના નવીનીકરણીયા ઉર્જા ઉદ્યોગમાં મુખ્ય પ્રતિસ્પર્ધી છે અને તેમણે સૌર ઉર્જા પરિયોજનાઓ માટે કોન્ટ્રાક્ટ હાંસલ કર્યા છે.

Azureને ગયા વર્ષે ગેરકાયદેસર ચૂકવણીના આરોપો વચ્ચે સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો અને તેને ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જથી હટાવી દેવામાં આવી હતી. ગૌતમ અદાણીએ હિંડનબર્ગ રિસર્ચના આરોપો સહિત બધા પાછલા આરોપોને નકારી દીધા છે. તેમને ભેદભાવપૂર્ણ અને ખોટી કહાનીઓ કરાર આપ્યો છે. તેમના સમાનાંતર, ભારત અદાણી ગ્રુપની તપાસ કરી રહ્યું છે, જેમાં દેશની સુપ્રીમ કોર્ટે નિયામક તપાસને તેજીથી પૂરી કરવાના આદેશ આપ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp