છેલ્લા 7 દિવસમાં ગોલ્ડના ભાવ આટલા રૂપિયા ગગડી ગયા, જ્વેલર્સને મજા

PC: zeebiz.com

લગ્નની સિઝન સામે ગોલ્ડના ભાવોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જેને કારણે ઝવેરીઓ ચહેરા ચમકી ગયા છે. કારણકે જે પરિવારોમાં લગ્નનો પ્રસંગ આવતો હશે તેમના માટે ઘટેલા ભાવે ગોલ્ડ ખરીદવાની તક મળશે તો ગ્રાહકો ઘરેણાં ખરીદવા આવશે. છેલ્લાં 7 દિવસમાં સોના- ચાંદીના ભાવમાં ખાસ્સો ઘટાડો આવ્યો છે.

16 એપ્રિલ, 2024ના દિવસે સોનું તેના સર્વકાલીન ઉચ્ચ સ્તરે ટ્રેડ થઈ રહ્યું હતું અને 74000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નજીક પહોંચી ગયું હતું, પરંતુ ત્યાથી હવે સોનું ઉંધા માથે પછડાટ ખાઇ રહ્યું છે. ગોલ્ડના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા સાત ટ્રેડિંગ દિવસોમાં સોનાની કિંમતમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. જો કે, આજે MCX પર, સોનું 5 જૂનના વાયદા માટે રૂ. 71060 પ્રતિ 10 ગ્રામ પર નજીવું વધી રહ્યું હતું.

ગુરુવારે સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આજે, MCX પર જૂન વાયદા માટે ચાંદીના ભાવ આશરે રૂ. 200 વધીને રૂ. 82430 પ્રતિ કિલોના સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા. જ્યારે 16 એપ્રિલ, 2024 ના રોજ, જૂન વાયદા માટે ચાંદીની કિંમત 85 હજાર રૂપિયા પ્રતિ કિલોગ્રામથી ઉપર હતી અને હવે તે ઘટીને લગભગ 82 હજાર રૂપિયા થઈ ગઈ છે, જેનો અર્થ છે કે છેલ્લા 7 દિવસમાં MCX પર ચાંદી લગભગ 3000 રૂપિયા પ્રતિ કિલો સસ્તી થઈ છે.

એ જ રીતે, છેલ્લા 7 ટ્રેડિંગ દિવસોમાં MCX પર ગોલ્ડના ભાવ લગભગ 3 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તા થયા છે. નોંધનીય છે કે લગ્નની સિઝનમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં જે લોકો સોના-ચાંદીના દાગીના ખરીદવા માગે છે તેમના માટે રાહત રહેશે.

બુધવારે MCX પર સોનું 71050 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જ્યારે ચાંદી 82234 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયું હતું. અગાઉ મંગળવાર અને સોમવારે સોનાની કિંમતમાં 10 ગ્રામ દીઠ 1000-1000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. તેવી જ રીતે ચાંદીના ભાવમાં પણ ઘટાડો નોંધાયો હતો.

સત્તાવાર વેબસાઇટ ibjarates.com અનુસાર, ગુરુવારે સવારે 995 શુદ્ધતાના 10 ગ્રામ સોનાની કિંમત વધીને 71553 રૂપિયા થઈ ગઈ છે. તે જ સમયે, 916 (22 કેરેટ) શુદ્ધતાવાળા 10 ગ્રામ સોનાનો ભાવ 65806 રૂપિયા છે. 750 શુદ્ધતા (18 કેરેટ) સોનાની કિંમત 53881 રૂપિયા, 585 પ્યોરિટી (14 કેરેટ) સોનાની કિંમત 42027 રૂપિયા અને એક કિલો ચાંદીની કિંમત 80576 રૂપિયા થઈ ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp