નમકીન, કેન્સરની દવાનો ભાવ ઘટશે, GST કાઉન્સિલે સામાન્ય લોકોને આપી મોટી રાહત
ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલની 54મી બેઠકમાં સોમવારે ઘણા મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા. કાઉન્સિલની બેઠક બાદ નાણામંત્રી નિર્મલા સીતારમાણે ઘણી મોટી જાહેરાત કરી. તેમણે કહ્યું હતું કે, નમકીન પર GST દર સંભવિત રૂપે ઓછો થઇ ગયો છે. સાથે જ કેન્સરની દવાઓ પર GST ઘટાડવામાં આવ્યો છે. GST કાઉન્સિલે કેન્સરની દવા પર GST દર 12 ટકાથી ઘટાડીને 5 ટકા કર્યો છે અને નમકીન પર GST 18 ટકાથી ઘટાડીને 12 ટકા કરવામાં આવ્યો છે.
સાથે જ GST કાઉન્સિલે વિદેશી એરલાઇન્સને પણ મોટી રાહત આપી છે. તો કારની સીટો પર GST દર 18 ટકાથી વધારીને 28 ટકા કરી દેવામાં આવ્યો છે. કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે સોમવારે GST કાઉન્સિલની 54મી બેઠકમાં લેવાયેલા નિર્ણયો બાબતે જાણકારી આપતા કહ્યું કે, GST કાઉન્સિલે લાઇફ અને હેલ્થ ઇન્શ્યોરન્સ પર ટેક્સનો દર ઘટાડવા માટે મંત્રી સમૂહ રચવાનો નિર્ણય લીધો છે. જીવન અને સ્વાસ્થ્ય વીમા પર GST દર બાબતે વિચાર કરવા માટે મંત્રી સમૂહમાં નવા સભ્ય સામેલ થશે.
તેમણે વધુમાં જણાવ્યું કે, મંત્રી સમૂહ ઓક્ટોબરના અંત સુધીમાં પોતાનો રિપોર્ટ આપશે. ત્યારબાદ આગામી બેઠક જે નવેમ્બરમાં થશે, તેમાં નિર્ણય લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, GST આવવા અગાઉ વીમા પ્રીમિયમ પ્રીમિયમ પર સર્વિસ ટેક્સ લાગતો હતો. વર્ષ 2017માં GST લાગૂ થવાથી સર્વિસ ટેક્સને GST પ્રણાલીમાં સામેલ ટેક્સ કરી લેવામાં આવ્યો. ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર ટેક્સ લગાવવાનો મુદ્દો સંસદમાં ચર્ચા દરમિયાન ઉઠ્યો હતો. વિપક્ષી સભ્યોએ સ્વાસ્થ્ય અને જીવન વીમા પ્રીમિયમને GSTમાંથી છૂટ આપવાની માગ કરી હતી. અહી સુધી કે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પણ આ મુદ્દા પર સીતારમણને ચિઠ્ઠી લખી હતી.
સીતારમણે કહ્યું હતું કે, માર્ચ 2026 બાદ આવનાર ક્ષતિપૂર્તિ ઉપકરણ મુદ્દા પર વિચાર કરવા માટે મંત્રી સમૂહની રચના કરવામાં આવી છે. કાઉન્સિલે દરોને યુક્તિસંગત બનાવવા અને ઓનલાઇન ગેમિંગ પર GOMની સ્થિતિ રિપોર્ટ પર પણ વિચાર વિમર્શ કર્યું. એકીકૃત GST (IGST) પર એડિશનલ સચિવ (મહેસૂલ)ની અધ્યક્ષતામાં સચિવોની એક સમિતિ બનાવવામાં આવશે. તેમાં વર્તમાનમાં અસંતુલનની સ્થિતિ છે. તે રાજ્યો પાસેથી રકમ પરત લેવાની રીતો પર ધ્યાન આપશે.
GST કાઉન્સિલની બેઠકમાં અન્ય મોટી જાહેરાત
કાઉન્સિલે બિઝનેસ ટૂ કસ્ટમર GST ઇનવોઇસિંગ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
યુનિવર્સિટીઓ અને શિક્ષણ સંસ્થાઓને શોધ અને અનુસંધાન માટે મળતી રકમ કે અનુદાનને GSTથી મુક્ત કરવાનો નિર્ણય લીધો છે.
ધાર્મિક યાત્રાઓ માટે હેલિકોપ્ટર સેવાઓ પર ટેક્સ ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો હતો. ઉત્તરાખંડના નાણામંત્રી પ્રેમ ચંદ અગ્રવાલે કહ્યું કે, કેદારનાથ, બદ્રીનાથ જેવી ધાર્મિક યાત્રાઓ પર શ્રદ્ધાળુઓને લઇ જનારી હેલિકોપ્ટર સેવાઓ પર ટેક્સને 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરી દેવામાં આવ્યો છે.
કાઉન્સિલે ડેબિટ અને ક્રેડિટ કાર્ડના માધ્યમથી 2000 રૂપિયા સુધીની નાની ડિજિટલ લેવડ-દેવડ માટે બિલડેસ્ક અને CC એવેન્યૂ જેવી ચૂકવણી એગ્રીગેટરો (PA) પર 18 ટકા GST લગાવવાના મુદ્દાને કર કમિટી પાસે મોકલી દીધો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp