દર કલાકે 21 લાખ કમાય છે સુંદર પીચાઇ, એક સાથ યુઝ કરે છે 20 સ્માર્ટફોન

PC: businesstoday.in

એક સફળ વ્યક્તિની કહાની દરેકને સાંભળવું ગમે છે અને તેની બાબતે જાણવા માગે છે. આજે અમે તમને એક એવા સફળ ભારતીય બાબતે બતાવીશું, જેમનું નામ આજે દુનિયાભરમાં ગુંજી રહ્યું છે. દરેક તેમના જેવા બનવા માગે છે. તેમની કમાણી અને સફળતાનો અંદાજો તમે એ જ વાતથી લગાવી શકો છો કે દર કલાકની કમાણી 21 લાખ રૂપિયા રહે છે. એટલું જ નહીં, તેઓ એક વખતમાં 20 સ્માર્ટફોન પણ યુઝ કરે છે.

એવામાં દરેક જાણવા માગે છે કે આખરે એવું શું કામ કરે છે જેમાં એટલા બધા ફોનની જરૂરિયાત છે અને કમાણી પણ રોજની કરોડોમાં રહે છે. આપણે વાત કરી રહ્યા છીએ ગૂગલ અને તેની પેરેન્ટ કંપની આલ્ફાબેટના CEO સુંદર પિચાઇની. હાલમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે ખુલાસો કર્યો કે તેમના દિવસની શરૂઆત ટેક વેબસાઈટને જોવાથી થાય છે. તેઓ અલગ અલગ કામ માટે એક સાથે 20 સ્માર્ટફોન ઉપયોગ કરે છે.

મોટા ભાગના લોકો માટે જ્યાં એક જ સ્માર્ટફોનને મેનેજ કરવાનું મુશ્કેલ થાય છે. એવામાં સુંદર પિચાઇ એકસાથે 20 સ્માર્ટફોન કેવી રીતે હેન્ડલ કરી લે છે. આ બાબતે તેમનું પોતાનું કહેવું છે કે ટેક્નિકની દુનિયામાં અપડેટ રહેવું સૌથી જરૂરી ટાસ્ક છે અને આ કામ માટે 20 સ્માર્ટફોનનો ઉપયોગ કરવું વધારે પડતું નથી. અલગ અલગ ડિવાઇસ પર કોઈ ટેક્નિક કેવી રીતે કામ કરે છે, તેને જાણવા માટે જ સુંદર પિચાઇ ઘણા બધા સ્માર્ટફોન ઉપયોગ કરે છે.

તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે, પોતે આટલા બધા ફોન ઉપયોગ કરે છે તો શું બાળકો માટે પણ મોબાઈલ જોવાની છૂટ છે.  તેના પર પિચાઇએ કહ્યું કે, બાળકો પર કોઈ પ્રતિબંધ લગાવવાની જગ્યાએ તેમની ઈચ્છા મુજબ ઉપયોગ કરવાની આઝાદી છે. બાળકોને પોતે ફોન ઉપયોગ કરવાના સમયને લઈને લિમિટ નક્કી કરવાની વાત કહે છે. આ ટેક્નિકના આ જમાનામાં સારા પેરેન્ટિંગની પણ રીત છે.

સુંદર પિચાઇએ એમ પણ જણાવ્યું કે, સાઇબર ગુનાના આ જમાનામાં તેમને પોતાના ફોન કે ડિવાઇસની સુરક્ષાને લઈને વધુ ચિંતા રહેતી નથી. તેમણે કહ્યું કે, તેઓ પોતાના ફોન કે લેપટોપના પાસવોર્ડ પણ જલદી બદલાતા નથી, પરંતુ તેમાં 2 સ્તરની સુરક્ષાની વ્યવસ્થા જરૂર રાખે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ (AI) આગામી સમયમાં લોકોનું જીવન વધુ સુગમ બનાવશે. વીજળી અને ફાયર જેવી વસ્તુને રેગ્યુલેટ કરવામાં AI મોટી ભૂમિકા નિભાવી શકે છે.

ગૂગલ જેવી દિગ્ગજ કંપનીના CEO કમાણી તો સારી હશે જ, પરંતુ આંકડા જોશો તો તમારા અનુમાનથી પણ ઉપર નજરે પડશે. સુંદર પિચાઇને 2022માં કંપનીએ 1,854 કરોડ રૂપિયાની ચુકવણી કરી છે. તેનો અર્થ છે કે તેઓ દર કલાકે 20,83,333 રૂપિયા અને રોજ 5 કરોડથી વધુ કમાય છે. જો આ આંકડો 2 વર્ષ પહેલાંનો છે તો અત્યાર સુધી તેમની કમાણી નિશ્ચિત રૂપે હજુ વધી ગઈ હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp