Google Payએ આશાઓ પર ફેરવી નાખ્યું પાણી!ફોન રિચાર્જ પર આપવો પડશે એક્સ્ટ્રા ચાર્જ

PC: techlusive.in

Google Payના માધ્યમથી ફોન રિચાર્જ કરવાની ટેવ ઘણા લોકોની રહે છે. UPIના માધ્યમથી ફટાફટ કોઈ પણ પ્લાન ખરીદી લેવામાં આવે છે અને સેકન્ડ્સમાં તેમનું પેમેન્ટ થઈ જાય છે. લોકો Google Payની બીજા એપની તુલનામાં વધુ ઉપયોગ પણ એટલે કરી રહ્યા હતા કેમ કે આ પેમેન્ટ એપ કોઈ વધારાનો ચાર્જ લગાવી રહી નહોતી એટલે કે જેટલા પૈસા પ્લાન માટે આપવાના હોય છે બસ એટલા જ અકાઉન્ટમાંથી કપાઈ રહ્યા હતા, પરંતુ હવે એ જ Google Payએ ઘણા લોકોને નિરાશ કરવાનું કામ કર્યું છે.

હવે જ્યારે પણ તમે પ્રીપેડ ફોનથી પોતાનું રિચાર્જ કરાવશો, ત્યારે તમારે વધારાનો ચાર્જ આપવો પડશે. તેને ટેક્નિકલી ભાષામાં Convenience Fees કહેવામાં આવે છે. કહેવામાં આવી રહ્યું છે કે Google Pay પર જ્યારે પણ UPIના માધ્યમથી હવે ફોન પેમેન્ટ કરવામાં આવશે, 2-3 રૂપિયા અતિરિક્ત આપવા પડશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વીટર) પર લોકોએ આ નવી પોલિસી બાબતે પોતે જ બતાવી દીધું છે.

ઘણા લોકોએ ટ્વીટ કરીને જાણકારી આપી છે કે જો રિચાર્જ 200 રૂપિયાથી ઓછું હશે તો કોઈ એક્સ્ટ્રા ચાર્જ નહીં લાગે, પરંતુ જેવો જ પ્લાન 200 રૂપિયા કરતા ઉપર જાય છે તો 2-3 રૂપિયા વચ્ચે એક્સ્ટ્રા ચાર્જ આપવો પડશે. અહીં એ સમજવું જરૂરી છે કે Paytm અને Phone Pe તો અગાઉથી જ આ એક્સ્ટ્રા ચાર્જ કરી રહ્યા હતા, પરંતુ હવે Google Payએ આ રણનીતિ પર આગળ વધવાનું કામ કરી દીધું છે.

આમ અત્યાર સુધી Google Payએ કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ તેના ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં ગૂગલ ફીસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જાણકારો માની રહ્યા છે કે આગામી દિવસોમાં આ જ કારણે આ એક્સ્ટ્રા ચાર્જની જાહેરાત પણ કરી દેવામાં આવશે. લોકો વચ્ચે આ નવી પોલિસીને લઈને નિરાશા છે. ઘણા લોકોનું કહેવું છે કે તેઓ Google Payનો ઉપયોગ એટલે કરી રહ્યા હતા કેમ કે ત્યાં કોઈ વધારાનો ચાર્જ આપવો પડતો નહોતો, પરંતુ આગામી દિવસોમાં આ ટ્રેન્ડ બદલાવા જઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp