સરકારનું દેવું 147 લાખ કરોડ સુધી પહોંચ્યું, ત્રિમાસિકની સરખામણીમાં 1 ટકા વધુ

PC: livehindustan.com

સપ્ટેમ્બર 2022ના અંતે કેન્દ્ર સરકારની કુલ જવાબદારી વધીને 147.19 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. અગાઉ જૂન ક્વાર્ટરમાં તે રૂ.145.72 કરોડ હતો. નાણા મંત્રાલયના એક રિપોર્ટ અનુસાર બીજા ક્વાર્ટરમાં તેમાં એક ટકાનો વધારો થવા પામ્યો છે.

જાહેર દેવું વ્યવસ્થાપન પર નાણા મંત્રાલયના અહેવાલમાં એવું જણાવવામાં આવ્યું છે કે, આ વર્ષના સપ્ટેમ્બરના અંતે, જાહેર દેવું કુલ જવાબદારીઓના 89.1 ટકા હતું. 30 જૂનના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં આ આંકડો 88.3 ટકા હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે, લગભગ 29.6 ટકા સરકારી સિક્યોરિટી પાંચ વર્ષથી ઓછા સમયમાં પરિપક્વ થવા જઈ રહી છે.

સરકારના રિપોર્ટ અનુસાર, બીજા ક્વાર્ટર દરમિયાન કેન્દ્ર સરકારે સિક્યોરિટીઝ દ્વારા 4,06,000 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. જ્યારે ઉધાર કાર્યક્રમ હેઠળની રકમ 4,22,000 કરોડ રૂપિયા હતી. સરકારે રૂ. 92,371.15 કરોડની ચુકવણી કરી હતી. 2022-23ના બીજા ક્વાર્ટરમાં ભારિત સરેરાશ ઉપજ વધીને 7.33 ટકા થઈ. પ્રથમ ક્વાર્ટરમાં તે 7.23 ટકા હતો.

બીજા ક્વાર્ટરમાં નવી બહાર પડાયેલી સિક્યોરિટીઝની વેઇટેડ એવરેજ પાકતી મુદત 15.62 વર્ષ હતી. તે પહેલા ક્વાર્ટરમાં તે 15.69 વર્ષ હતી. સરકારે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રોકડ વ્યવસ્થાપન માટે ટૂંકા ગાળાની સિક્યોરિટીઝ દ્વારા કોઈ રકમ એકત્ર કરી નથી. આ સમયગાળા દરમિયાન, ભારતીય રિઝર્વ બેંક (RBI)એ સરકારી સિક્યોરિટીઝ માટે વધુ પ્રયત્નો કર્યા ન હતા.

એક અહેવાલ મુજબ, લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી (LAF) હેઠળ RBIની ચોખ્ખી દૈનિક સરેરાશ લિક્વિડિટી શોષણ, જેમાં માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી અને સ્પેશિયલ લિક્વિડિટી ફેસિલિટીનો સમાવેશ થાય છે, તે ત્રિમાસિક દરમિયાન રૂ.1,28,323.37 કરોડ હતી.

સરકારી અહેવાલ જણાવે છે કે, 30 સપ્ટેમ્બર, 2022 સુધીમાં વિદેશી મુદ્રા ભંડાર 532.66 બિલિયન ડૉલર હતું. 24 સપ્ટેમ્બર, 2021ના રોજ તે 638.64 બિલિયન ડૉલર હતું. 1 જુલાઈ, 2022 થી 30 સપ્ટેમ્બર, 2022 દરમિયાન, ડોલર સામે રૂપિયામાં 3.11 ટકાનો ઘટાડો થયો છે. રૂપિયાનો સતત ઘટાડો સરકાર માટે ચિંતાનો વિષય છે, કારણ કે રૂપિયાની નબળાઈ કે મજબૂતાઈ અર્થતંત્રના તમામ પાસાઓને ખૂબ અસર કરે છે. ડોલર સામે રૂપિયો નબળો પડવાનો અર્થ છે, ભારતીય ચલણમાં ઘટાડો. વિદેશમાંથી ખરીદી અને વેચાણ કરતી વખતે આ વસ્તુ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતી હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp