GST વાર્ષિક રિટર્ન જમા કરાવવાની સમય મર્યાદા વધી, જાણો છેલ્લી તારીખ

PC: india.in

નાણાં મંત્રાલયે ગુડ્સ એન્ડ સર્વિસિઝ ટેક્સ(GST) વાર્ષિક રિટર્ન જમા કરાવવાની છેલ્લી તારીખમાં ત્રણ મહિનાનો વધારો કરીને 31 માર્ચ, 2019 કરી દીધી છે. હવે 31 માર્ચ સુધી વાર્ષિક રિટર્ન તમે જમા કરાવી શકશો. આ પહેલા GST વાર્ષિક રિટર્ન ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર, 2018 હતી.

વાર્ષિક રિટર્ન ફોર્મમાં GST અંતર્ગત રજિસ્ટર્ડ એકમોને વેચાણ, ખરીદ અને ઇનપુટ ટેક્સ ક્રેડિટની સંપૂર્ણ જાણકારી આપવાની હોય છે. CBICએ એક સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે, GSTR-9,GSTR-9A અને GSTR-9C ફોર્મ દાખલ કરવાની છેલ્લી તારીખને વધારીને 31 માર્ચ 2019 કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સંબંધિત જરૂરી ફોર્મ ટૂંક સમયમાં GST પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp