ખેતીની જમીન પર ટ્રાન્સમિશન ટાવર ઉભા કરતી વખતે નુકશાન થશે તો સરકાર વળતર ચૂકવશે

PC: twitter.com

એક તરફ દેશમાં ખેડુતોનું આંદોલન ચાલી રહ્યું છે તો બીજી તરફ ગુજરાત સરકારે ખેડુતો માટે ખુશખબરી જેવા સમાચાર જાહેર કર્યા છે. ગુજરાત સરકારે કહ્યું છે કે, ખેતીની જમીન પર ટ્રાન્સિમિશન ટાવર ઉભા કરતી વખતે જે નુકશાન સામે રાજ્ય સરકાર જંત્રીના 200 ટકા વળતર ચૂકવશે.

ગુજરાત સરકારના ઉર્જા મંત્રી કનુ દેસાઇએ કહ્યુ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે ખેડુતોની માંગણીને ધ્યાનમાં રાખીને મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ખેડુતોના ખેતરોમાંથી પસાર થતી ટ્રાન્સમિશન લાઇન તેમજ ટ્રાન્સમિશન ટાવર ઉભા કરતી વખતે જો જમીન, પાક, કે ઝાડને નુકશાન થશે તો રાજ્ય સરકાર દ્રારા આપવામાં આવતા વળતરમાં હવે વધારો કરવામાં આવ્યો છે.

કનુ દેસાઇએ આગળ કહ્યું કે, વળતરની ગણતરી કરતી વખતે જે તે સમય અને સ્થળના સરકારના હાલના ઓનલાઇન જંત્રીના દરોના 200 ટકા લેખે ગણતરી કરીને વળતર ચૂકવવામાં આવશે. જેમાં રાજ્ય સરકાર દ્રારા જંત્રીમાં કોઇ સુધારો કરવામાં ન આવે તો વાર્ષિક ધોરણે 10 ટકા લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ પણ ધ્યાન પર લેવામાં આવશે.

મંત્રીએ કહ્યું કે, આ મહત્ત્વના નિર્ણયને કારણે અત્યારે ખેડુતોને જે વળતર મળે છે તેમાં લગભગ 2 ગણો વધારો થશે. તેમણે કહ્યું કે ટ્રાન્સમિશન લાઇનને કારણે જમીનના મૂલ્યમાં ઘટાડો થાય છે જેના વળતરમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

મંત્રીએ કહ્યું કે ટ્રાન્સમિશન લાઇનના રૂટ નક્કી કરતા પહેલા સ્થાનિક વહીવટી સત્તામંડળો સાથે ચર્ચા કરવામાં આવશે. જ્યા ખરાબાની કે ગોચરની જમીન હશે ત્યાં ટેકનિકલ ચકાસણી કરીને શક્ય હોય ત્યાં સુધી ટ્રાન્સમિશન લાઇનને ખેતીની જમીનમાંથી ઓછામાં ઓછી પસાર થાય તેનું ધ્યાન રાખવામાં આવશે. આ પહેલાં 2017ના ઠરાવમાં 2021માં સુધારો કરીને વળતરમાં વધારો કરવામાં આવ્યો હતો અને હવે 2 વર્ષ પછી ફરી વધારો કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp