સુરત ડાયમંડ બુર્સના ચેરમેન બન્યા પછી ગોવિંદ ધોળકીયાએ લીધા આ એક્શન

PC: facebook.com/srkgovinddholakia

દુનિયાની સૌથી ઉંચી બિલ્ડીંગ અને ઇન્ટરનેશનલ કક્ષાના બનેલા સુરત ડાયમંડ બુર્સમાં ચેરમેન બન્યા પછી ગોવિંદ ધોળકીયાએ એક્શન લેવાના શરૂ કરી દીધા છે.

ગોવિંદ ધોળકીયા, લાલજી પટેલ, નાગજી સાકરીયા, અરવિંદ શાહ, પદ્મશ્રી મથુર સવાણી સહિતના નેતાઓએ તાજેતરમાં મહિધરપરા હીરાબજારમાં એક મીટિંગ કરી હતી અને ટ્રેડર્સોને વિનંતી કરી હતી કે, સુરત ડાયમંડ બુર્સમાં ઓફિસ શરૂ કરી દે. સુરત ડાયમંડ બુર્સે જૂન 2024 સુધીમાં 500 ઓફિસ ધમધમતી થવાનો દાવો કર્યો છે.

ગોવિંદ ધોળકીયાએ કહ્યું હતું કે, હું ડોંગરેજી મહારાજની વાત માનું છું, એમણે કહ્યું હતું કે તમે ત્યારે જ સલાહ આપી શકો જ્યારે તમે પોતે એનું પાલન કરતા હો. હું પોતે પણ સુરત ડાયમંડ બુર્સમાં ઓફિસ શરૂ કરવા જઇ રહ્યો છું એટલે તમને કહી શકું છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp