સરકાર બંધ કરી શકે છે સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ, આ 2 કારણ છે
ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ 30 નવેમ્બર 2015ના રોજ સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ (SGB)નો પહેલો હપ્તો જાહેર કર્યો હતો, જેની મેચ્યોરિટી 30 નવેમ્બર 2023ના રોજ પૂરી થઈ ગઈ. હવે આ સ્કીમ પર બ્રેક લાગી શકે છે. મીડિયા રિપોર્ટ મુજબ, સોવરિન ગોલ્ડ બોન્ડના આગળના હપ્તા જાહેર કરવાની સંભાવના નથી. જાણકારોનું કહેવું છે કે SGB એક જટિલ અને મોંઘું સાધન છે. આ કારણે તેનો આગામી હપ્તો જાહેર થવાની સંભાવના ન બરાબર છે.
SGB ભારત સરકારની સ્કીમ છે. જે બજારથી ઓછા મૂલ્ય પર સોનું ખરીદવાનો વિકલ્પ આપે છે અને 8 વર્ષની મેચ્યોરિટી પૂર્ણ થયા બાદ ગોલ્ડ માર્કેટના આધાર પર રિટર્ન પ્રદાન કરવામાં આવે છે. સાથે જ 2.5 ટકાનું ફિક્સ રિટર્ન પણ આપે છે.
શું છે સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ?
સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમની શરૂઆત નવેમ્બર 2015ના રોજ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ સરકાર લોકોને બજારથી ઓછા ભાવ પર સોનામાં રોકાણ કરવાનો વિકલ્પ આપે છે. સાથે જ ઓનલાઇન ખરીદી પર 50 રૂપિયા પ્રતિ ગ્રામની છૂટ પણ મળે છે. સાથે જ 2.5 ટકાનું નિશ્ચિત વ્યાજ આપવામાં આવે છે. આ યોજના હેઠળ પરિવારનો દરેક સભ્ય મહત્તમ 4 કિલો સોનું ખરીદી શકે છે. સોવરિન ગોલ્ડ બોન્ડની મેચ્યોરિટી 8 વર્ષમાં પૂર્ણ થાય છે.
પહેલી વખત જ્યારે 2015માં SGB રજૂ કરવામાં આવી હતી, તો તેની ઇશ્યૂ પ્રાઇઝ 2,684 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી થઇ હતી. એ સમયે ઇશ્યૂ પ્રાઇઝ 999 પ્યોરિટીવાળા સોનાની જાહેર કરવામાં આવેલી રકમોને એક અઠવાડિયાના સરેરાશ હિસાબે નક્કી કરવામાં આવી હતી. તો વર્ષ 2023માં તેની મેચ્યોરિટી પૂર્ણ થઈ હતી, જેનું રિડેમ્પશન પ્રાઇઝ 6132 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવ્યું હતું એટલે કે રોકાણકારોને 8 વર્ષ દરમિયાન 128.5 ટકાનો નફો થયો હતો.
આ સ્કીમ હેઠળ ફિક્સ્ડ રિટર્ન સિવાય ટેક્સ બેનિફિટ પણ આપવામાં આવે છે તો જો આ સ્કીમમાં કોઈએ ઓનલાઇન રોકાણ કર્યું છે તો 50 રૂપિયાની વધારાની છૂટ મળતી હતી. જો આ સ્કીમમાં કોઈએ ઓનલાઇન રોકાણ કર્યું છે તેને પ્રતિ ગ્રામ 50 રૂપિયાની છૂટ આપવામાં આવી છે. તો એ હેઠળ TDS કાપવામાં આવતું નથી. મેચ્યોર થવા અગાઉ 24 કેરેટ સોનાની કિંમત બરાબર SGB હેઠળ ગોલ્ડ પ્રાઇઝ નક્કી કરવામાં આવે છે. જ્યારે SGBનો કોઈ હપ્તો આવે છે તો એક અઠવાડિયા અગાઉ સર્રાફા બજારમાં સોનાની કિંમતના આધાર પર આ યોજના હેઠળ પ્રાઇઝ નક્કી કરવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp