દાદાએ માત્ર 500નું રોકી SBIના શેર ખરીદ્યા હતા, હવે પૌત્રને જેકપોટ લાગી ગયો

PC: news18.com

જો તમે શેર ખરીદ્યા પછી તેને લાંબા સમય સુધી મૂકી રાખો તો તમને એટલું જંગી વળતર મળી શકે છે કે, જેના વિશે તમે વિચારી પણ ન શકો. એક વ્યક્તિને તેના દાદાએ ખરીદેલા SBIના શેર મળ્યા છે. હાલમાં તે શેરની કિંમત 750 ગણી વધી છે.

એક વ્યક્તિએ કંઈ કર્યું નહિ અને તેના હાથમાં એક ખજાનો લાગી ગયો. હકીકતમાં, તે વ્યક્તિના દાદાએ 500 રૂપિયાના સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBIN)ના શેર ખરીદ્યા હતા. ખરીદ્યા પછી તેમણે તેણે ક્યારેય વેચ્યા નહીં. ત્યાર પછી તેમનું મૃત્યુ થયું અને હવે તેના પૌત્રના હાથમાં આ સર્ટિફિકેટ આવ્યું છે, જે દર્શાવે છે કે તે પૈસા મેળવી શકે છે. વ્યક્તિની ખુશીની કોઈ સીમા ન હતી.

વાર્તા ચંદીગઢની છે. તન્મય મોતીવાલાએ, એક ડૉક્ટર (બાળરોગ ચિકિત્સક), સોશિયલ મીડિયા પર શેર ખરીદી સંબંધિત બોન્ડ અપલોડ કર્યો અને આખી વાર્તા કહી. 'ઇક્વિટી મૂકી રાખવાની શક્તિ,' તેમણે લખ્યું, 'મારા દાદાએ 1994માં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના 500 રૂપિયાના શેર ખરીદ્યા હતા. તેઓએ તેને ખરીદ્યા અને પછી ભૂલી ગયા. વધુમાં હું શું કહું, મને તો એ પણ ખબર નથી કે, તેમણે આ શેર શા માટે ખરીદ્યા અને હજુ પણ તે રોકાણ ધરાવે છે.' તેણે વધુમાં કહ્યું, 'મને તે પ્રમાણપત્રો મળ્યા જ્યારે અમે અમારા પરિવારની હોલ્ડિંગને એક જગ્યાએથી એકીકૃત કરી રહ્યા હતા.'

ડૉ.મોતીવાલાએ આ પોસ્ટ સોશિયલ મીડિયા પર મૂકતાની સાથે જ તે વાયરલ થવા લાગી. લોકો પૂછવા લાગ્યા કે, 1994માં 500 રૂપિયાનું રોકાણ હવે કેટલું થઈ ગયું. ડૉ. મોતીવાલાએ બીજી પોસ્ટ કરી અને લખ્યું કે, ડિવિડન્ડ સિવાય, તે રૂ. 500 શેરની કિંમત હાલમાં રૂ. 3.75 લાખની થઇ ચુકી છે. જો કે સાંભળવામાં આ રકમ ઘણી વધુ લાગી શકે છે, પરંતુ જો ગણતરી યોગ્ય રીતે કરવામાં આવે તો, તે 750 ગણું વળતર છે. જે એકદમ મોટું છે.

તેમના દાદાના શેરના હકદાર ડો.મોતીવાલાએ જણાવ્યું હતું કે, અગાઉના શેર કાગળ પર લેખિત સ્વરૂપે ખરીદવામાં આવતા હતા. હવે ડીમેટ ખાતું હોવું જરૂરી છે. અગાઉના ભૌતિક શેરોને ડીમેટમાં તબદીલ કરવી એ ખૂબ જ કંટાળાજનક પ્રક્રિયા છે. આ શેર ડીમેટમાં જ ડીજીટલ રીતે વેચી શકાય છે.

તેણે કહ્યું, 'ઘણી બધી સમસ્યાઓ છે. અમે આ કામ માટે સલાહકારની મદદ લીધી છે, કારણ કે આ પ્રક્રિયા ઘણી જટિલ અને લાંબી છે. નામ, સરનામું, હસ્તાક્ષર વગેરેના સ્પેલિંગમાં ભૂલ થઈ શકે છે. સલાહકાર હોવા છતાં, તેને લાંબો સમય લાગી રહ્યો છે.' તેણે એ પણ જણાવ્યું કે, તેને અત્યારે રોકડની જરૂર નથી તેથી તેણે શેર વેચવાનું મન બનાવ્યું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp