ઓગસ્ટ મહિનામાં સરકારને GSTથી 1,59,069 કરોડની આવક થઈ

PC: PIB

સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કેઓગસ્ટ, 2023ના મહિનામાં એકત્રિત કરવામાં આવેલી ગ્રોસ GST આવક છે ₹1,59,069 કરોડ જેમાંથી CGST છે ₹28,328 કરોડ, SGST ₹35,794 કરોડ છે, IGST ₹83,251 કરોડ (માલસામાનની આયાત પર એકત્રિત કરવામાં આવેલા ₹43,550 કરોડ સહિત) છે અને સેસ ₹11,695 કરોડ (માલની આયાત પર એકઠા થયેલા ₹1,016 કરોડ સહિત) છે.

સરકારે IGSTમાંથી CGSTને ₹37,581 કરોડ અને SGSTને ₹31,408 કરોડની પતાવટ કરી છે. નિયમિત સેટલમેન્ટ બાદ ઓગસ્ટ, 2023માં કેન્દ્ર અને રાજ્યોની કુલ આવક CGST માટે ₹65,909 કરોડ અને SGST માટે ₹67,202 કરોડ છે.

ઓગસ્ટ, 2023 મહિનાની આવક ગયા વર્ષના સમાન મહિનામાં GSTની આવક કરતા 11 ટકા વધુ છે. આ મહિના દરમિયાન, માલની આયાતથી થતી આવક 3% વધુ હતી અને ઘરેલું વ્યવહારો (સેવાઓની આયાત સહિત)ની આવક ગયા વર્ષના સમાન મહિના દરમિયાન આ સ્ત્રોતોમાંથી થતી આવક કરતા 14% વધુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp