41000 ટકા ચઢ્યા ગુજરાતની આ કંપનીના શેર, અયોધ્યા અને લક્ષદ્વીપ સાથે કનેક્શન

PC: india.com

ગુજરાતની કંપની પ્રાવેગ લિમિટેડના શેર છેલ્લા 5 વર્ષમાં જોરદાર રિટર્ન આપ્યું છે. કંપનીના શેર 5 વર્ષમાં 2 રૂપિયાથી વધીને 990 રૂપિયા પાર પહોંચી ગયા છે. પ્રાવેગ લિમિટેડના શેરોએ આ અવધિમાં રોકાણકારોને 41 હજાર ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે. લક્ઝરી રિસોર્ટ અને ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની પ્રાવેગ લિમિટેડે યોધ્યામાં લક્ઝરી ટેન્ટ સિટી બનાવી છે. કંપનીને લક્ષદ્વીપમાં પણ ટેન્ટ સિટી બનાવવાનું કામ મળ્યું છે.

છેલ્લા 6 મહિનામાં જ પ્રાવેગ લિમિટેડના શેરોમાં 113 ટકાનો જોરદાર ઉછાળ આવ્યો છે. પ્રાવેગ લિમિટેડે હાલમાં જણાવ્યું કે, તેને લક્ષદ્વીપની અગત્તી આઇલેન્ડમાં ઓછામાં ઓછા 50 ટેંટ્સ બનાવવાનું કામ મળ્યું છે. તેમઆ ડેવલપમેન્ટ, ઓપરેશન, મેન્ટેનેન્સ અને મેનેજમેન્ટનું કામ છે. કંપનીને ક્લોક રૂમ અને ચેન્જિંગ રૂમ સાથે ટેંટ્સ બનાવવાના છે. એ વર્ક ઓર્ડર 3 વર્ષ માટે છે, જેને 2 વર્ષ વધુ વધારી શકાય છે.

તેમાં સ્કૂબા ડ્રાઇવિંગ, ડેસ્ટિનેશન વેડિંગ, કોર્પોરેટ ફંક્શન્સ જેવી કોમર્શિયલ એક્ટિવિટી પણ સામેલ છે. પ્રાવેગ લિમિટેડની અયોધ્યામાં 2 ટેન્ટ સિટી છે. કંપનીની બ્રહ્મ કુંડ ટેન્ટ સિટી રામ મંદિરથી એક કિલોમીટરથી પણ ઓછી છે. તો કંપનીની બીજી ટેન્ટ સિટી સૂર્યા, રામ મંદિરથી 3.5 કિલોમીટર દૂર છે. પ્રાવેગની આ બંને જ ટેન્ટ સિટી ઓપરેશનલ છે. પ્રાવેગ લિમિટેડના શેર 7 ફેબ્રુઆરી 2019ના રોજ 2.41 રૂપિયા પર હતા.

કંપનીના શેર 25 જાન્યુઆરી 2024ના રોજ 993.10 રૂપિયા પર પહોંચી ગયા છે. છેલ્લા 5 વર્ષમાં પ્રાવેગ લિમિટેડના શેરોમાં 41107 ટકાની તોફાની તેજી આવી છે. છેલ્લા 3 વર્ષમાં પ્રાવેગ લિમિટેડના શેરોમાં 1845 ટકાની તેજી આવી છે. આ અવધિમાં કંપનીના શેર 51.05 રૂપિયાથી વધીને 993.10 રૂપિયા પર પહોંચી ગયા છે. કંપનીના શેર 52 ટકા હાઇ લેવલ 1300 રૂપિયા છે. તો પ્રાવેગ લિમિટેડ શેરોના 52 અઠવાડિયા લો લેવલ 336.20 રૂપિયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp