ગુજરાતની નવી IT-ઇલેક્ટ્રોનિક્સ પોલિસી ડિસેમ્બર પહેલાં, જૂનીમાં 120 કરોડ ચૂકવાયા

PC: telegraphindia.com

ગુજરાત સરકારે જાહેર કરેલી આઇટી અને આઇટી આધારિત સેવાઓ તેમજ ઇલેક્ટ્રોનિક્સ પોલિસીની મુદ્દત પૂર્ણ થઇ જતાં નવી નીતિ જાહેર ન થાય ત્યાં સુધી તેને એક્સટેન્શન આપવામાં આવ્યું છે. રાજ્યના આઇટી રિલેટેડ ઉદ્યોગજૂથો હવે આ નીતિના લાભ 31મી માર્ચ 2022 સુધી લઇ શકશે. જો કે હવે આ બન્ને પોલિસી ડિસેમ્બર મહિનો પૂર્ણ થતાં પહેલાં જાહેર થાય તેવી સંભાવના છે.

રાજ્યમાં રોજગારીનું સર્જન થાય અને આઇટી રિલેટેડ નવા ઉદ્યોગૌ મૂડીરોકાણ કરે તે આશયથી સરકારે આઇટી અને ઇલેક્ટ્રોનિક્સ પોલિસીની જાહેરાત 2016માં કરી હતી. આ પોલિસીને પાંચ વર્ષ પૂર્ણ થઇ ગયા છે ત્યારે તેને 2022ના માર્ચ મહિના સુધી લંબાવવામાં આવી છે. જો કે સાયન્સ એન્ડ ટેકનોલોજીના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે આ બન્ને પોલિસીના ડ્રાફ્ટ ઉપર ચર્ચા થઇ છે અને ફાઇલન પોલિસી ડિસેમ્બરના અંત પહેલાં જાહેર થઇ જશે.

આ અધિકારીએ કહ્યું હતું કે આઇટી રિલેડેટ ઉદ્યોગજૂથો અને ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરના ઉદ્યોગોને આ પોલિસી હેઠળ સરકારે અનેક ઇન્સેન્ટીવ આપ્યાં છે. આ બન્ને પોલિસી બનાવ્યા પછી તેમાં 2019માં કેટલાક સુધારા કરવામાં આવ્યા હતા. પોલિસીમાં થયેલા સુધારા પ્રમાણે હયાત એકમને નીતિના સમયગાળા દરમ્યાન વિસ્તરણ અને વૈવિધ્યકરણનો લાભ બે વખત મળી શકશે.

એટલું જ નહીંહયાત એકમ દ્વારા મૂળ રોકાણના 50 ટકા જેટલું વધારાનું રોકાણ કરવામાં આવે અને તે વધારાના રોકાણના ઓછામાં ઓછા 60 ટકા પ્લાન્ટ અને મશીનરીમાં રોકે તો તે એકમને વિસ્તૃતિકરણનો લાભ અપાશે. એવી જ રીતે વધારાનું રોકાણ કરી હયાત ઉત્પાદન ઉપરાંત નવી પ્રોડક્ટ્સ બનાવે તો તે એકમને આ નીતિ પ્રમાણે લાભ મળશે. લાભાર્થી એકમે એક થી વધુ બેન્ક પાસેથી લોન લીધી હશે તો પણ તેને લોન વ્યાજ સબસીડી માન્ય રહેશે.

રાજ્ય સરકારે બન્ને પોલિસીના લાભ માર્ચ 2022 સુધી લંબાવ્યા છે જેનો લાભ આ બન્ને પોલિસીના લાભાર્થીઓ લઇ શકશે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આઇટીઆઇટીઇએસ પોલિસી હેઠળ તથા ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ પોલિસી હેઠળ છેલ્લા ત્રણ વર્ષમાં 50થી વધુ એકમોને 120 કરોડ રૂપિયા જેટલા લાભ ચૂકવવામાં આવ્યા છે. આ બન્ને પોલિસી હેઠળ આવેલા ઉદ્યોગોએ રાજ્યમાં નવું 7000થી વધુ યુવાનોને રોજગારી આપી છે.

વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્યની હયાત નીતિઓની મુદ્દત પૂર્ણ થઇ છે તેથી અત્યારે મુદ્દત લંબાવવામાં આવી હતી પરંતુ સાથે સાથે નવી પોલિસી બનાવવા માટે ઉચ્ચ અધિકારીઓએ ડ્રાફ્ટ પોલિસી તૈયાર કરીને મુખ્યમંત્રી સમક્ષ મોકલી દીધી છે તેથી તેને ઝડપથી એટલે કે વાયબ્રન્ટ સમિટ પહેલાં જાહેર કરવામાં આવી શકે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp