શું છે લાલ ડોરાવાળી પ્રોપર્ટી, સસ્તી ઘણી, પરંતુ જોખમ વધારે, પૈસા લગાવવા પહેલા..

PC: 99acres.com

પ્રોપર્ટી ખરીદવા અગાઉ દરેક વ્યક્તિ તપાસ કરે છે. ઘર કે ફ્લેટ લેવા અગાઉ પૂરી રીતે માહિતી મેળવી લે છે કે ક્યાંક પ્રોપર્ટી વિવાદિત તો નથી? એવામાં જ્યારે લાલ ડોરા પ્રોપર્ટી ખરીદવાની વાત આવે છે તો લોકોના કાન ઊભા થઈ જાય છે કેમ કે આ પ્રકારની પ્રોપર્ટીમાં ઘણા પેંચ ફસાયેલા હોય છે. જો કે, લાલ ડોરા પ્રોપર્ટી ખૂબ સસ્તી હોય છે, છતા ગ્રાહક તેને ખરીદતા ડરે છે. લાલ ડોરા પ્રોપર્ટી બાબતે મોટા ભાગે સાંભળ્યું હશે, પરંતુ શું તમે જાણો છો કે, આખરે એ કયા પ્રકારની પ્રોપર્ટી હોય છે. લાલ ડોરા પ્રોપર્ટીનો ઇતિહાસ સવા 100 વર્ષ જૂનો છે.લાલ ડોરા પ્રોપર્ટી સિસ્ટમ અંગ્રેજોએ વર્ષ 1908માં શરૂ કરી હતી. આવો જાણીએ કે શું હોય છે લાલ ડોરા પ્રોપર્ટી અને તેના શું ફાયદા અને નુકસાન છે.

શું હોય છે લાલ ડોરા પ્રોપર્ટી?

લાલ ડોરા દરેક ગામમાં એવી જમીન છે, જેનો કોઈ મહેસૂલી રેકોર્ડ હોતો નથી. સામાન્ય રીતે અહી લોકો રહેવા અને બિનખેતીના ઉદ્દેશ્યો માટે તેનો ઉપયોગ કરે છે. વર્ષ 1908માં અંગ્રેજોએ લાલ ડોરા વ્યવસ્થાને લાગૂ કરી હતી. આ સમયે ગામમાં આવાસીય તેમજ ખેતીની જમીન સિવાય જે જમીન રહેતી હતી, નક્શા પર એ જમીનને લાલ લાઇન ખેચીને અલગ દેખાડવામાં આવતી હતી, જે જમીન આ લાલ લાઇનના દાયરામાં હોય છે તેને લાલ ડોરા પ્રોપર્ટી કહેવામાં આવે છે.

પ્રોપર્ટી સાથે જોડાયેલી આ વ્યવસ્થા ખાસ દિલ્હી, પંજાબ અને હરિયાણાની આસપાસના વિસ્તારમાં લાગૂ કરવામાં આવી હતી. જો કે, આ સિસ્ટમને બંધ કરી દેવામાં આવી છે, પરંતુ અત્યારે પણ દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં ગણી એવી પ્રોપર્ટી છે જે લાલ ડોરા હેઠળ આવે છે. હવે આ પ્રોપર્ટીને સરકાર માન્યતા આપી રહી છે. હાલમાં જ હરિયાણા શહેરોને લાલ ડોરાથી  મુક્ત કરવા માટે રાજ્ય સરકાર સર્વે કરાવીને સંપત્તિ માલીકોના નામે રજીસ્ટ્રી કરાવી રહી છે.

લાલ ડોરા પ્રોપર્ટીના ફાયદા અને નુકસાન:

લાલ ડોરા હેઠળ આવનારી જમીનને નિર્માણ કાર્ય માટે નગરપાલિકા વન સંબંધિત ઓથોરિટી સાથે જોડાયેલા નિયમોમાં છૂટ રહે છે. એવામાં તમે નકશો પાસ કરાવ્યા વિના ભવન નિર્માણ કરાવી શકો છો. લાલ ડોરા હેઠળ આવનારી જમીન કે મકાન, રજિસ્ટર્ડ પ્રોપર્ટીની તુલનામાં ખૂબ સસ્તી હોય છે. આ જ કારણ છે કે અહી લોકો મકાન, ફ્લેટ ખરીદવાનું વિચારે છે. જો કે, અહીંના રહેવાસીઓને રજિસ્ટર્ડ પ્રોપર્ટી હેઠળ પહોળા રસ્તા અને મોટા મોટા પાર્ક મળતા નથી.

લાલ ડોરા વિસ્તારમાં સ્થિત પ્રોપર્ટી પર હાઉસ ટેક્સ આપવાની જરૂરિયાત નથી. રજીસ્ટ્રી ન હોવાના કારણે લોકો લાલ ડોરાની જમીન ખરીદતા ગભરાય છે. લાલ ડોરા પ્રોપર્ટી પર બેંક લોન આપતી નથી. મોટા ભાગે લાલ ડોરા હેઠળ આવનારી પ્રોપર્ટી પર કોઈ પણ પ્રકારનો માલિકી હક હોતો નથી. આ પ્રોપર્ટીઝ સામૂહિક હકદાર હોય છે. લાલ ડોરા સંપત્તિ વર્ષો જૂની હોય છે. તેની સાથે જોડાયેલા કાગળોનું વિવરણ સરકારી ઓફિસોમાં પણ મળતું નથી. એટલે એક વખત અહી પ્રોપર્ટી ખરીદવું થોડું મુશ્કેલી પણ આવી શકે છે.

લાલ ડોરાની જમીન કે કોઈ હાઉસિંગ પ્રોજેક્ટમાં પૈસા લગાવવા અગાઉ પ્રોપર્ટીના દસ્તાવેજોની પ્રમાણિકતા અને માલિકીની સારી રીતે તપાસ કરી લો. ત્યારબાદ જ રોકાણ બાબતે વિચારો. દિલ્હી અને આસપાસના રાજ્યોમાં આજે પણ લાલ ડોરા પ્રોપર્ટીઝ છે જેમને રજિસ્ટર્ડ કરવાની માગ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp