ઘરની છત પર ખેતી કરીને લાખો કમાય છે આ વ્યક્તિ, વિદેશથી પણ ટ્રેનિંગ લેવા આવે છે

PC: thebetterindia.com

ઝનૂન અને મહેનતથી બધુ જ હાંસલ કરી શકાય છે. અને આ કરીને દેખાડ્યું છે કરનાલના રહેવાસી રામ વિલાસે. પાક ઉગાડવા માટે ખતી ન હોવા છતા તે ખેતીથી લાખો રૂપિયાનો નફો મેળવી રહ્યો છે. હાલમાં તેની કુશળતાની ચર્ચા દેશ સાથે સાથે વિદેશોમાં પણ થઈ રહી છે. રામ વિલાસે ઘરની છતને મિની ફાર્મા હાઉસ બનાવી રાખ્યું છે. તેણે ઘણા પ્રકારની શાકભાજી, ફૂલ, ડ્રેગન ફ્રૂટ, જમરૂખ, બોર જેવા ફળ ઉગાડી રાખ્યા છે. ઘણા અમેરિકન લોકો પણ તેની પાસે ટ્રેનિંગ લેવા પહોંચી રહ્યા છે.

રામ વિલાસ કહે છે કે ખેતીથી કમાણીનું સાંભળીને એમ લાગે છે ખેડૂત પાસે ખૂબ જમીન હશે, પરંતુ એવું નથી. દેશભરમાં માત્ર 10 ટકા લોકો પાસે જ ખેતીની જમીન છે. બાકી લોકો પાસે જમીનના રૂપમાં ઘર છે. ખેતી ન હોવાના કારણે ઘણા લોકો ઇચ્છતા હોવા છતા ખેતી કરી શકતા નથી. એવા લોકો ખેતી માટે છતનો ઉપયોગ કરી શકે છે. અહી તેઓ ફળ, ફૂલ, શાકભાજીથી લઈને મેડિસિનલ પ્લાન્ટ ઉગાડી શકે છે. રામવિલાસ આગળ કહે છે કે લોકો છત પર છોડ લગાવશે તો AC, પંખા ઓછા ચલાવવા પડશે. છત ઠંડી રહેશે.

તેમને આગળ કહ્યું કે, ખાવા માટે તાજી શાકભાજી મળી જશે. જમરુખને ડ્રમમાં લગાવી દીધું, ફળ લઈ રહ્યા છીએ. ડ્રેગન ફ્રૂટ અને સફરજનને પણ છત પર ઉગાડી દીધા છે. ઉનાળાના મહિનામાં જરૂર થોડી પરેશાની આવે છે, બાકી 10 મહિનામાં તમે છત પર કંઈ પણ ઉગાડી શકો છો. ફૂલ આવકનો સ્ત્રોત છે. લગ્નની સીઝન ચાલી રહી છે. ફૂલ વેચીને સારો નફો મેળવી શકાય છે. રામવિલાસની લોકપ્રિયતા એટલી બધી વધી ગઈ છે કે લોકો મહારાષ્ટ્ર, ગુજરાતથી તેમની પાસે ટ્રેનિંગ લેવા પહોંચે છે.

હવે તો નાના ખેડૂત પણ તેમની સાથે જોડાઈ રહ્યા છે અને વર્ટિલેયર ફાર્મિંગ કરીને 3 ગણાથી વધુ પૈસા કમાઈ રહ્યા છે. રામવિલાસના જણાવ્યા મુજબ, તેમની પાસે ટ્રેનિંગ લેવા માટે અમેરિકાથી પણ લોકો પહોંચ્યા છે. વીડિયોના માધ્યમથી તેમને મારી બાબતે ખબર પડી. ત્યારબાદ આ લોકોએ મને ટ્રેનિંગ માટે સંપર્ક કર્યો. ફરી  કેટલાક અમેરિકન તેમને ત્યાં જલદી પહોંચવાના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp