કાલે 1 લાખ કરોડ અને આજે 35000 કરોડ સાફ, HDFC બેંકને ઝટકા પર ઝટકો

PC: livemint.com

છેલ્લા 2 દિવસથી શેર બજારમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ આજે એટલે કે ગુરુવારે BSE સેન્સેક્સ 287.62 અંક ઘટીને 71,213 પર કારોબાર કરી રહ્યા હતા, જ્યારે નિફ્ટી 112 અંકના ઘટાડા સાથે 21,459 પર કારોબાર કરી રહ્યા છે. શેર બજારમાં ભારે ઘટાડાના કારણે HDFC બેંક લિમિટેડના શેર પણ બે દિવસમાં 12 ટકાથી વધુ તૂટી ચૂક્યા છે. એવામાં તેના માર્કેટ કેપમાં પણ ભારે નુકસાન થયું છે. બુધવારે HDFC બેંકના શેર 8.44 ટકા ઘટ્યા હતા, જે ગુરુવારે 4 ટકા વધુ ઘટી ગયા.

દેશના સૌથી મોટા બેંક શેરોમાં ઘટાડાનું કારણ માર્કેટ કેપમાં આવેલી મોટી કમી છે. આજે HDFC બેંકના શેર 3.68 ટકા ઘટીને 1480.25 રૂપિયા સ્તર પર પહોંચી ગયા હતા. છેલ્લા બે દિવસો દરમિયાન તેના સ્ટોકમાં 12.44 ટકાનો ઘટાડો આવ્યો છે. છેલ્લા 2 દિવસોમાં ભારે ઘટાડાના કારણે બેંકનું માર્કેટ કેપિટલાઈઝેશન 1.35 લાખ કરોડ રૂપિયા ઘટી ગયું છે. મંગળવારે HDFCનું માર્કેટ કેપ 12,74,740.22 કરોડ રૂપિયા હતું, પરંતુ છેલ્લા બે દિવસોમાં ભારે ઘટાડાના કારણે તેનું માર્કેટ કેપ ઘટીને 11,39,518 કરોડ રૂપિયા થઈ ચૂક્યું છે.

પ્રાઇવેટ સેક્ટરની બેંક HDFCમાં સૌથી મોટો ઘટાડા અગાઉ મંગળવારે કંપનીએ ડિસેમ્બર ત્રિમાસિકનું પરિણામ જાહેર કર્યું હતું. જેમાં સારો નફો દેખાયો હતો. HDFC બેંક Q3 સિઝલ્ટ મુજબ, ડિસેમ્બર ત્રિમાસિકમાં બેંકના નેટ પ્રોફિટમાં 34 ટકાનો વધારો થયો હતો, જે 16,372 કરોડ રૂપિયાનો નફો નોંધાયો હતો. જો કે, બે દિવસમાં તેના માર્કેટ કેપમાં 1.35 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

જો નફા સાથે તેની તુલના કરીએ તો એ 8 ગણું નુકસાન થયું છે. ડિસેમ્બર ત્રિમાસિકના પરિણામોમાં બેંકમાં ગયા વર્ષની આ અવધિમાં જમા ઓછું થયું હતું. એ સિવાય રોકાણકારોનો ઉચ્ચ ફંડિંગ ખર્ચ અને નબળા શુદ્ધ વ્યાજના માર્જિનમાં કમીના કારણે શેર દબાવમાં આવી ગયા. નોમુરા ઈન્ડિયાએ કહ્યું કે, HDFC બેંકે લોન વધારાની તુલનામાં જમામાં વધારો જોયો છે તો ચિંતાનો વિષય નથી અને આગામી સમયમાં જમામાં કમી આવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp