હિંડનબર્ગનો નવો રિપોર્ટ, SEBI ચેરમેન અને અદાણી ગ્રુપ વચ્ચે બતાવ્યું કનેક્શન

PC: cnbctv18.com

અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ ફરી એક વખત ચર્ચામાં છે. હિંડનબર્ગ રિસર્ચે પોતાના ખુલાસામાં દાવો કર્યો છે કે વ્હિસલબ્લોઅર દસ્તાવેજોથી ખબર પડે છે કે SEBI ચેરમેનની અદાણી મની સાઇફનિંગ કૌભાંડમાં ઉપયોગ કરવામાં આવેલી અસ્પષ્ટ ઓફશોર સંસ્થાઓમાં ભાગીદારી હતી. હિંડનબર્ગ રિસર્ચે શનિવારે X પર એક પોસ્ટ કરી હતી. તેમાં એક ભારતીય કંપની સાથે જોડાયેલા વધુ એક ખુલાસાના સંકેત આપ્યા હતા. અમેરિકન શોર્ટ સેલર ફર્મે પોસ્ટમાં લખ્યું હતું કે, ‘ભારતમાં જલદી જ કંઇક મોટું થવાનું છે.’

શનિવારે સાંજે હિંડનબર્ગ રિસર્ચે વધુ એક પોસ્ટ કરતાં પોતાની વેબસાઇટ પર તેની સાથે સંબંધિત રિપોર્ટ શેર કર્યો. હિંડનબર્ગે આ રિપોર્ટમાં અદાણી ગ્રુપ અને SEBI ચીફ વચ્ચે લિન્ક હોવાનો દાવો કર્યો. હિંડનબર્ગ રિસર્ચે આરોપ લગાવ્યો છે કે વ્હિસલ બ્લોઅર પરથી મળેલા દસ્તાવેજોથી ખબર પડે છે કે ઓફશોર સંસ્થાઓનો ઉપયોગ અદાણી મની સાઇફનિંગ સ્કેન્ડલમાં થયો. તેમાં SEBI અધ્યક્ષ માધબી પુરી બુચની હિસ્સેદારી હતી. હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટમાં વ્હિસલબ્લોઅર દસ્તાવેજોનો સંદર્ભ આપતા લખ્યું કે, માધબી બુચ અને તેના પતિ ધવલ બુચે 5 જૂન 2015ના રોજ સિંગાપુરમાં IPE પ્લસ ફંડ 1 સાથે પોતાનું ખાતું ખોલ્યું.

IIFLના એક પ્રિન્સિપાલ દ્વારા હસ્તાક્ષરીત ફંડની ઘોષણામાં કહેવામાં આવ્યું છે કે રોકાણનો સ્ત્રોત સેલેરી છે અને દંપતિનું કુલ રોકાણ 10 મિલિયન ડૉલર આંકવામાં આવ્યું છે. હિંડનબર્ગનો આરોપ છે કે ઓફશોર મોરીશસ ફંડની સ્થાપના ઇન્ડિયા ઇન્ફોલાઇનના માધ્યમથી અદાણીના એક ડિરેક્ટરે કરી હતી અને એ ટેક્સ હેવન મોરીશસમાં રજિસ્ટર્ડ છે. હિંડનબર્ગે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે તેણે આ અગાઉ એ નોટિસ કર્યું હતું કે નિયામક દ્વારા હસ્તક્ષેપના જોખમ બાદ પણ અદાણી ગ્રુપે પૂરા વિશ્વાસ સાથે પોતાનું કામ ચાલુ રાખ્યું હતું. તેને એવી રીતે સમજી શકાય છે કે SEBI અધ્યક્ષ માધબી પૂરી બુચ અને અદાણી ગ્રુપ વચ્ચે કોઇ સંબંધ છે.

ન્યૂઝ એજન્સી મુજબ SEBI અધ્યક્ષ માધબી બુચ અને તેના પતિએ શનિવારે હિંડનબર્ગના આરપોને નિરાધાર બતાવ્યા અને કહ્યું કે, તેમનું ફાઇનાન્સ એક ખુલ્લુ પુસ્તક છે. માધબી પૂરી બુચ અને ધવલ બુચે એક નિવેદનમાં એમ પણ કહ્યું કે, એ દુર્ભાગ્યપૂર્ણ છે કે હિંડનબર્ગ રિસર્ચ, જેની વિરુદ્ધ SEBIએ પ્રવર્તન કાર્યવાહી કરી છે અને કારણ બતાવો નોટિસ જાહેર કરી છે તેણે એજ જવાબમાં ચરિત્ર હનનો પ્રયાસ કરવાનો વિકલ્પ પસંદ કર્યો છે. માધવી બુચે કહ્યું કે, અમારી વિરુદ્ધ 10 ઑગસ્ટ 2024નો હિંડનબર્ગ રિપોર્ટમાં લગાવવામાં આવેલા આરોપોના સંદર્ભમાં અમે એ કહેવા માગીશું કે અમે રિપોર્ટમાં લગાવવામાં આવેલા નિરાધાર આરોપો અને આક્ષેપોનું દૃઢતાથી ખંડન કરીએ છીએ. તેમાં કોઇ સચ્ચાઇ નથી.

તેમણે કહ્યું કે, અમારું જીવન અને નાણાકીય સ્થિતિ એક ખુલ્લુ પુસ્તક છે. બધા આવશ્યક ખુલાસા છેલ્લા કેટલાક વર્ષોમાં SEBIને પહેલા જ આપી ચૂક્યા છે. તેમને કોઇ પણ અધિકારી સમક્ષ બધા નાણાકીય દસ્તાવેજ પ્રકટ કરવામાં કોઇ ખચકાટ નથી, જેમાં એ સમયના દસ્તાવેજ પણ સામેલ છે જ્યારે અમે પૂરી રીતે અંગત નાગરિક હતા. એ સિવાય પૂર્ણ પારદર્શિતાના હિતમાં અમે યથાસમય એક ડિટેલ સ્ટેટમેન્ટ જાહેર કરીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp