એનું નસીબ જ ખરાબ છે... હિંદુજા ગ્રુપે અનિલની કંપની ખરીદવા આગળની તારીખ માંગી

PC: zeenews.india.com

એક સમયે ભારતના અમીરોમાં અગ્રણી ગણાતા અનિલ અંબાણી દેવામાં ડૂબી ગયા છે. તેમના દ્વારા ધીરે ધીરે દેવાનો બોજ ઘટાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જ્યારથી અનિલ અંબાણીના બંને પુત્રોએ બિઝનેસમાં પ્રવેશ કર્યો છે ત્યારથી તેમનું ધ્યાન કંપનીના દેવાના બોજને ઘટાડવા પર છે. તાજેતરમાં અનિલ અંબાણીએ 800 કરોડ રૂપિયાની લોન ચૂકવીને રિલાયન્સ પાવરને દેવામાંથી મુક્ત કરી છે. આ સમાચાર આવતા જ રિલાયન્સ પાવરના શેર ઝડપથી વધવા લાગ્યા. આ સમાચારે અનિલ અંબાણીને થોડી રાહત આપી છે, ત્યારે રિલાયન્સ કેપિટલ વિશેના સમાચારોએ તેમને ફરીથી ચોંકાવી દીધા છે.

હિન્દુજા ગ્રૂપ દેવામાં ડૂબેલા ઉદ્યોગપતિ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલને ખરીદવા જઈ રહ્યું છે. તમામ જરૂરી મંજૂરીઓ તેમને મળી ગઈ છે, પરંતુ હિંદુજા ગ્રૂપે તેને ખરીદવા માટે ઘણી મહેનત કરવી પડી રહી છે. હિન્દુજા ગ્રૂપની કંપની ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ (IIHL)એ દેવાથી ડૂબેલી રિલાયન્સ કેપિટલને ખરીદવા માટે ઓક્ટોબર 2023માં રૂ. 9,850 કરોડની સૌથી મોટી બિડ કરી હતી. તેના સંપાદન માટે, કંપનીને વીમા નિયમનકાર સહિત તમામ મહત્વપૂર્ણ મંજૂરીઓ પણ પ્રાપ્ત થઈ છે.

કંપનીએ રિલાયન્સ કેપિટલની નાદારીની કાર્યવાહી પૂર્ણ કરવા અને સંપૂર્ણ ચુકવણી કરવા માટે વધુ સમય માંગ્યો છે. અહીં તમને જણાવી દઈએ કે, આ માટે 27મી મે સુધીની સમયમર્યાદા હતી, જેને કંપની પૂરી કરી શકી નથી. હિન્દુજા ગ્રૂપનું કહેવું છે કે, ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઈન્ડસ્ટ્રી અને ઈન્ટરનલ ટ્રેડ તરફથી વિદેશી રોકાણ માટે મંજૂરી મેળવવામાં વિલંબ થયો છે, તેથી તેમને સોદો પૂરો કરવા માટે થોડો વધુ સમય જોઈએ છે. જો કે હવે હિન્દુજા બંધુઓ માટે આ રકમ ચૂકવવી મુશ્કેલ બની રહી છે. સમસ્યા એ છે કે તેમને આ માટે 8000 કરોડ રૂપિયાની જંગી લોન લેવી પડે તેમ છે અને તેમને આટલી મોટી લોન આપનાર કોઈ મળતું નથી.

રિલાયન્સ કેપિટલમાં લગભગ 20 નાણાકીય સેવાઓ આપતી કંપનીઓ છે, જે સિક્યોરિટી બ્રોકિંગ, ઈન્સ્યોરન્સ અને ARC જેવી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે. અહીં તમને જણાવી દઈએ કે, 30 નવેમ્બર 2021ના રોજ RBI દ્વારા દેવામાં ડૂબેલી કંપનીને વિસર્જન કરવામાં આવી હતી. કંપનીને શેરબજારમાંથી ડીલિસ્ટ કરવામાં આવી હતી. કંપની સામે નાદારીની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. અનિલ અંબાણીની રિલાયન્સ કેપિટલ પર 40,000 કરોડથી વધુનું દેવું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp