ટાટા સન્સમાં માત્ર 1 શેર ધરાવનાર? રહસ્મયી વ્યક્તિ કોણ છે?
ટાટા સન્સમાં જ્યારે કોર્પોરેટ જંગ ચાલી રહી હતી ત્યારે શેરહોલ્ડર્સની યાદી તપાસવામાં આવી હતી. શેરધારકોની યાદીમાં ટાટા ટ્રસ્ટના નામે 2,66.610 શેર્સ, શાપુરજી પાલોણજીના નામે 74.352, ટાટા કંપનીઓના નામે 49.365 અને ટાટા પરિવારના સભ્યોના નામે 8235 શેર્સ હતા. જેમાં એક નામ એવું સામે આવ્યું જેની પાસે માત્ર 1 શેરનું હોલ્ડીંગ હતું.
તપાસ કરતા ખબર પડી કે આ એક શેર વિરેન્દ્ર ચૌહાણના નામે હતો. આ વિરેન્દ્ર ચૌહાણ ગુજરાતના છોટા ઉદેપુરનું એક રજવાડું હતા તેના રાજા હતા. તેમનું 2005માં નિધન થયું હતું. પરંતુ 2023 સુધી તેમના નામે 1 શેર હતો.
વિરેન્દ્ર સિંહ ચૌહાણ બિઝનેસમાં ખુબ આગળ હતા અને તેમને JRD ટાટા સાથે ઘનિષ્ઠ મિત્રતા હતી. JRD ટાટાએ વિરેન્દ્ર સિંહને ટાટા સન્સના 13 શેર આપ્યા હતા. જેમાંથી વિરેન્દ્ર સિંહે 12 શેર વેચી દીધા હતા. એક શેર માત્ર એટલા માટે જાળવી રાખ્યો હતો કે ટાટા તરફથી મળેલું આ દુર્લભ સન્માન હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp