રોડ પર બનેલું સ્પીડ બ્રેકર કેટલું ઊંચું હશે અને ક્યાં બનશે, એ કોણ નક્કી કરે છે?

PC: hindustantimes.com

શહેરની અંદર સ્પીડ બ્રેકર તમને ગલી ગલીમાં મળી જશે. ઘણી વખત એ એટલા ઊંચા હોય છે કે જો તમે પોતાની ગાડીની સ્પીડ ઓછી ન કરો તો તમે દુર્ઘટનાના શિકાર થઈ શકો છો. એ સિવાય આજકાલ તમને ગલીઓની અંદર થોડે થોડે દૂર પર જ સ્પીડ બ્રેકર જોવા મળે છે. હવે સવાલ ઉઠે છે કે અંતે એટલા ઊંચા અને એટલી નજીક ઘણા સ્પીડ બ્રેકર બનાવવાનો અધિકાર રોડ નિર્માણકર્તાઓને કોણ આપે છે? તેની સાથે જ જાણીશું કે અંતે સ્પીડ બ્રેકર સાથે જોડાયેલો કાયદો શું કહે છે?

સામાન્યતઃ સ્પીડ બ્રેકર એટલે બનાવવામાં આવે છે કે, પુરપાટ ઝડપ ચાલતી ગાડીઓથી થતી દુર્ઘટનાઓથી લોકો બચી શકે છે. જો કે, આજકાલ ઊલટું જ થઈ રહ્યું છે. લગભગ 9 ઇંચ, ઘણી જગ્યાએ તેનાથી પણ ઊંચા સ્પીડ બ્રેકર પોતે દુર્ઘટનાઓનું કારણ બની રહ્યા છે. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધોને તેનાથી સૌથી વધુ પરેશાની થઈ રહી છે. એ એટલા ઊંચા હોય છે કે જો ઝડપથી ગાડી તેના પરથી પસાર થાય છે તો ગાડીમાં બેઠા લોકોને જોરદાર ઝટકો લાગે છે.

સ્પીડ બ્રેકર તમે પોતાના હિસાબે અને પોતાના મન પ્રમાણે નહીં બનાવી શકાય. સ્પીડ બ્રેકર બનાવવા માટે લોકો અને ટ્રાફિક પોલીસની જરૂરિયાતના હિસાબે નગરિય સંસ્થા પાસે તેની માગ કરવાની હોય છે. તેના અધિકારી તપાસ બાદ મંજૂરી આપે છે કે ક્યાં સ્પીડ બ્રેકર બનાવવાના છે. સ્પીડ બ્રેકર બનાવવાના કેટલાક નિયમ છે. તેમાં ઊંચાઈને લઈને કહેવામાં આવ્યું છે કે, સ્પીડ બ્રેકરની ઊંચાઈ 10 સેન્ટિમીટર હોવી જોઈએ. તો તેની લંબાઈ 3.5 મીટર અને વૃત્તાકાર રેડિયસ 17 સેન્ટિમીટર હોય છે.

સ્પીડ બ્રેકર બનાવવાનું ઉદ્દેશ્ય હોય છે વાહનોની સ્પીડ 20-25 કિલોમીટર ઓછી કરવાનું. તો સ્પીડ બ્રેકર બનાવ્યા બાદ તેના પર થર્મો પ્લાસ્ટિક પેઈન્ટ કે પટ્ટીઓ બનાવવી જરૂરી છે. એવું એટલે કરવામાં આવે છે જેથી વાહન ચાલકોને સ્પીડ બ્રેકર રાતના અંધારામાં પણ દેખાઈ શકે. એ સિવાય સ્પીડ બ્રેકરથી 40 મીટર અગાઉ ચેતવણીવાળા બોર્ડ પણ લગાવેલા હોવા જોઈએ. જો આ બધી વસ્તુ સ્પીડ બ્રેકર સાથે નથી તો એ ગેરકાયદેસર માનવામાં આવશે અને સંબંધિત લોકો પર કાર્યવાહી થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp