આગામી વર્ષમાં ભારતીય શેરબજાર કેટલું વધશે? સૉક્સે ડાઉનગ્રેડ કરી લક્ષ્યાંક આપ્યો
વૈશ્વિક બ્રોકરેજ ફર્મ ગોલ્ડમેન સૉક્સે ભારતીય ઇક્વિટી માર્કેટનું રેટિંગ 'ઓવરવેઇટ'થી ઘટાડીને 'તટસ્થ' કર્યું છે. આ ફેરફાર એશિયા/ઇમર્જિંગ માર્કેટની ફાળવણીમાં કરવામાં આવ્યો છે, કારણ કે પેઢીને આગામી 3-6 મહિનામાં ભારતીય બજારોમાં 'ટાઇમ કરેક્શન'ની અપેક્ષા છે. જો કે પેઢીએ એમ પણ કહ્યું છે કે, ભાવમાં મોટા ઘટાડાની શક્યતા ઓછી છે, પરંતુ ઊંચા વેલ્યુએશન અને સપોર્ટિવ બેકડ્રોપના અભાવને કારણે બજારની અપસાઇડ મર્યાદિત રહી શકે છે.
મીડિયા સૂત્રોના એક સમાચાર મુજબ ભારતીય શેરબજારની સ્થિતિ હજુ પણ અકબંધ હોવા છતાં આર્થિક વૃદ્ધિ અને ત્રિમાસિક નફામાં ઘટાડો થવાને કારણે તેની ગતિ ધીમી પડી રહી છે. વિશ્લેષકોનું કહેવું છે કે, ભારતીય કંપનીઓની કમાણીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તેના માટેના મુખ્ય કારણો ઊંચો આધાર, માંગનો અભાવ અને નફાના માર્જિનમાં ઘટાડો છે.
મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્સિયલ સર્વિસિસ, નુવામા ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીઝ અને એક્સિસ સિક્યોરિટીઝ જેવી મોટી બ્રોકરેજ કંપનીઓએ જણાવ્યું છે કે, નાણાકીય વર્ષ 2024ના બીજા ક્વાર્ટર (જુલાઈ-સપ્ટેમ્બર)માં કોવિડ પછીના સમયગાળામાં કોર્પોરેટ કમાણીમાં સૌથી ધીમી વૃદ્ધિ જોવા મળે તેવી શક્યતા છે. મોતીલાલ ઓસ્વાલના મતે છેલ્લા 17 ક્વાર્ટરમાં નિફ્ટીની અર્નિંગ ગ્રોથ સૌથી ધીમી રહેશે અને નફો માત્ર 2 ટકાના દરે વધશે. છેલ્લા ચાર વર્ષથી ડબલ ડિજિટની કમાણીમાં વૃદ્ધિ કર્યા પછી હવે આગળ પડકારજનક સમય આવવાના સંકેત દેખાઈ રહ્યા છે.
આ પડકારોને ધ્યાનમાં રાખીને, ગોલ્ડમૅન સૉક્સે નિફ્ટીના 12 મહિનાના લક્ષ્યાંકને ઘટાડીને 27,000 કર્યો છે, જે અગાઉ 27,500 હતો. જો કે, કંપનીનું માનવું છે કે, આ નવા લક્ષ્યાંક સાથે હજુ પણ લગભગ 9 ટકાનો વધારો શક્ય છે. આગામી ત્રણ મહિનામાં નિફ્ટી લગભગ 1 ટકાથી વધુ ઘટીને 24,500 સુધી પહોંચી શકે છે, પરંતુ પછી આગામી છ મહિનામાં તે 3 ટકાની વૃદ્ધિ સાથે 25,500 સુધી પહોંચે તેવી શક્યતા છે.
સેક્ટરના સંદર્ભમાં, ગોલ્ડમેન સૉક્સે ઓટોમોબાઇલ્સ, ટેલિકોમ અને ઇન્શ્યોરન્સ સેક્ટરનું વજન વધારે રાખ્યું છે, જેનો અર્થ છે કે આ સેક્ટર વધુ સારું પ્રદર્શન કરી શકે છે. આ સિવાય રિયલ એસ્ટેટ અને ઈન્ટરનેટ સેક્ટરને પણ ઓવરવેઈટમાં અપગ્રેડ કરવામાં આવ્યા છે. બીજી તરફ, ઔદ્યોગિક, સિમેન્ટ, કેમિકલ્સ અને ફાઇનાન્શિયલ જેવા ચક્રીય ક્ષેત્રોને ડાઉનગ્રેડ કરવામાં આવ્યા છે.
વર્તમાન બજારની અસ્થિરતાને જોતાં, ગોલ્ડમૅન સૉક્સે રોકાણકારોને સારી ગુણવત્તા, કમાણીની સંભાવના અને લક્ષિત આલ્ફા થીમ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું સૂચન કર્યું છે. આ વ્યૂહરચનાઓ વર્તમાન બજારની વધઘટમાં ટકી રહેવામાં મદદ કરી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp